________________
આ છે અણગાર અમારા
૩૩૯ ભચાઉની ધરતી ઉપર પગ મૂકતાં જ પોતાના પરમ મિત્ર નરપાળકુમારના સમાચાર જાણવા મળ્યા કે તેઓ વૈરાગ્ય વાસિત થયા છે અને પૂજયપાદ શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી આદિ સંતોની સાથે ધાર્મિક અભ્યાસ કરવા ગયા છે... આ સાંભળતાં જ કચરાભાઈના સ્મૃતિપટ પર ભૂતકાલીન સ્મૃતિઓ તાદૃશ થઈ અને મન ઉદાસ થઈ ગયું.
સંસારના દુન્યવી પદાર્થો પ્રત્યે તેમને મોહ જાગ્યો જ ન હતો. બચપણથી જ જેમણે માતા-પિતાનું સુખ ગુમાવી દીધું હતું અને ત્યાર પછી મોટાભાઈ શ્રી નરસિંહભાઈ તથા બહેન શ્રી લાડુબહેનનું પણ નાની ઉંમરમાં જ મૃત્યુ થયેલું. આયુષ્યની અનિત્યતા અને સંસારની અસારતાનો વિચાર વારંવાર વૈરાગ્ય તરફ લઈ જતો હતો તેમાં બાલસખા શ્રી નરપાળભાઈના વૈરાગી થયાના સમાચારે ઉમેરો કર્યો અને તેમણે દઢ નિર્ણય કર્યો કે હું પણ મિત્રના માર્ગે જ જઈશ. સુખ કે દુઃખમાં નિઃસ્વાર્થભાવે સાથે રહે તેને જ પરમ મિત્ર કહેવાય.
ભાવના ભાવે, ભગવાન હાજર.”
મહાસતી ચંદનબાળાએ ભાવના ભાવી કે ભગવાન પધારે પછી જ પારણું કરું. ખરેખર ભગવાન પધાર્યા અને શ્રી ચંદનબાળાના હાથે ભગવાનનો ભીષ્મ અભિગ્રહ પૂરો થયો.
કચરાભાઈએ ભાવના ભાવી કે પૂજ્ય ગુરૂદેવ પધારે તો હું પણ તેમની સાથે દીક્ષા લઉં અને ખરેખર તેમની ભાવના ફળી. સંવત ૧૯૮૫ માં પૂજ્યપાદ શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી, કવિવર્ય મ. શ્રી વીરજી સ્વામી, તપસ્વી મ. શ્રી શિવજી સ્વામી, શતાવધાની મ. શ્રી રત્નચન્દ્રજી સ્વામી, શાંતમૂર્તિ મ. શ્રી રૂપચન્દ્રજી સ્વામી, સેવાભાવી મ. શ્રી મૂલજી સ્વામી તથા સેવાપ્રિય મ. શ્રી કપૂરચન્દ્રજી સ્વામી ઠાણા-૭ ભચાઉ પધાર્યા. તેમની સાથે દીક્ષાર્થી ભાઈચંદભાઈ, ડુંગરશીભાઈ તથા નરપાળભાઈ હતા.
શ્રી કચરાભાઈનરપાળભાઈની સાથે ઉપાશ્રયમાં આવવા લાગ્યા. વૈરાગ્યના અંકુરો તો ફૂટયાં જ હતા. તેમાં ગુલાબ દશ ગુરૂદેવનો સમાગમ થતાં સિંચન મળ્યું અને એકદા પોતાનો નિર્ણય ગુરૂદેવ પાસે તથા મિત્ર પાસે રજૂ કર્યો. પૂ. ગુરૂદેવે છૂપા રત્નને પારખી લીધું અને યોગ્યતા જાણી તેમના કાકા મૂળજીભાઈ તથા મોટા બહેન ધનીબહેનની અનુજ્ઞા મેળવી વિ. સંવત ૧૯૮૫ ના પોષ સુદિ-૯ ના ફક્ત ૧૧ વર્ષની વયે પૂ. ગુરૂવર્યોની સાથે સંયમી જીવનની તાલીમ લેવા માટે વિહાર કર્યો. ગુરૂદેવે તેમનું નામ કાનજીભાઈ રાખ્યું અને શાંતમૂર્તિ મ. શ્રી રૂપચન્દ્રજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org