________________
આ છે અણગાર અમારા
33७ રામ-લક્ષ્મણની યાદ દેનારા, વિયોગ અમોને... ૭ અંતેવાસી આજ્ઞા ધરીને, શિખામણ લેતા પ્રસન્ન કરીને (૨)
પૂજય સાહેબના પ્રાણ આધારા, વિયોગ અમને... ૮ પૂનમ ખીલી'તી સોળે કળાએ, અસ્ત થઈ છે અડધી વેળાએ (૨)
| સર્વત્ર શાંતિના સર્જનહારા, વિયોગ અમોને... ૯ સંવત બે હજાર ચોત્રીસની સાલે, શીરછત્ર તોડયું ગોઝરા કાળે (૨)
અશ્રુ વહાવે નયનો હજારા, વિયોગ અમોને... ૧૦ સમાધિભાવે સૌને વિસરતા, “નમો સિદ્ધાણં” પદ ઉચ્ચરતા (૨)
- નશ્વર દેહને છોડી જનારા, વિયોગ અમોને... ૧૧ વેલબાઈ સ્વામી ગુરૂણી પ્રતાપે, “અમર' શ્રદ્ધાંજલિ શિષ્યાઓ આપે (૨)
અમર સુખડાં મેળવનારા, વિયોગ અમોને નથી ખમાતો, શાશ્વત સુખડાં મળે અપારા, વિયોગ કોઈને નથી ખમાતો... ૧૨
-વિદુષી બા.બ્ર. મીનાકુમારી આર્યજી * * *
( સવક્તા પંડિત મ. શ્રી કેવળચન્દ્રજી સ્વામી )
સક્તા પંડિત મ. શ્રી કેવળચન્દ્રજી સ્વામીનો જન્મ ભચાઉ (કચ્છ-વાગડ) માં વિ. સં. ૧૯૭૪ ના કાર્તિક પૂર્ણમાના દિવસે થયો હતો. તેમના પિતાશ્રીનું નામ રામજીભાઈ પેથાભાઈ ગાલા તથા માતુશ્રીનું નામ ઉમાબાઈ હતું. તેમનું સંસારી નામ કચરાભાઈ હતું. તેમને બે બહેનો હતાં, ધનીબહેન અને લાડુબહેન તથા એક ભાઈ હતા નરસિંહભાઈ. (શ્રી ધનીબહેને ભચાઉમાં વિ. સં. ૨૦૩૩ ના ચાતુર્માસમાં સંથારો કર્યો હતો, ૪ દિવસ સંથારો ચાલ્યો હતો. તે વખતે પુણ્યવંતા પૂજ્ય આચાર્યદેવશ્રી રૂપચન્દ્રજી સ્વામી તથા ગીતાર્થ ગુરૂદેવ શ્રી નવલચન્દ્રજી સ્વામી આદિ ઠાણા-૬ નું ચાતુર્માસ હતું.)
કચરાભાઈની પૂર્ણિમાના ચન્દ્ર જેવી સૌમ્ય મુખાકૃતિ સૌને આકર્ષતી હતી. લાડકોડમાં તેમનો ઉછેર થઈ રહ્યો હતો. પરંતુ કુદરતને તેમનું આ સુખ પસંદ નહિ હોય તેમ તેમની એક વર્ષની ઉંમર થઈ ત્યારે પ્રેમાળ પિતા અવસાન પામ્યા અને સવા બે વર્ષની ઉંમર થઈ ત્યારે વાત્સલ્યદાત્રી માતાએ પણ દુનિયામાંથી વિદાય લીધી. આટલી નાની ઉંમરના બાળકને માતાપિતાનો કાયમી વિયોગ થાય તે ઘણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org