________________
૩૩૮
શ્રી કેવળચન્દ્રજી સ્વામી કરૂણ ઘટના કહેવાય. એક કવિએ સાચું જ કહ્યું છે કે –
ભાઈ મરે ભવ હારીએ અને બેની મરે દશ જાય, પણ જેના બાળપણમાં માહિતર મરે, એને ચારે દિશાના વા વાય.
માતા-પિતા વિનાના બાળકની આવી જ દશા થાય, પરંતુ એમાંય કુદરતનો કાંઈ શુભ સંકેત હોય છે. દુનિયામાં થઈ ગયેલા મહાપુરુષોના જીવન જયારે આપણે વાંચીએ કે સાંભળીએ ત્યારે તેમનો બાલ્યકાળ પ્રાયઃ મુશ્કેલીમાં જ પસાર થાય છે અને એ મુશ્કેલી એમનું જીવન ઘડતર કરે છે. એક વિદ્વાને સાચું જ કહ્યું છે કે “Adversity makes the man perfect” અર્થાત્ મુશ્કેલી જ માણસને પૂર્ણ બનાવે છે.
કાકા શ્રી મૂળજીભાઈ તથા મોટાબહેન ધનીબહેનની હૂંફથી કચરાભાઈનો ઉછેર થવા લાગ્યો.
'મિત્રતા તો આવી જ જોઈએ બાલ્યકાળમાં જ કચરાભાઈને એક કલ્યાણમિત્ર મળી ગયા, જેમનું નામ નરપાળકુમાર (ગીતાર્થ ગુરૂદેવ શ્રી નવલચન્દ્રજી સ્વામી) હતું. રહેવાનું બાજુમાં, સાથે રમવાનું, સાથે જ બધું કરવાનું, ઉંમરમાં ફક્ત ચાર મહિનાનો ફરક. પૂ. પરમ કૃપાળુ ગુરૂદેવશ્રીનો જન્મ દિવસ સંવત ૧૯૭૩ કાર્તિક પૂર્ણિમા. બન્ને બાલમિત્રો સ્વભાવથી જ સરલ અને સુશીલ હતા. કુલ અને શીલની સમાનતા ને કારણે જ મૈત્રી જામે છે, સત્ય જ કહ્યું છે
मृगा मृगैः संगमनुव्रजन्ति, गावश्च गोभिस्तुरगास्तुरंगैः । मूर्खाश्च मूर्खः सुधियः सुधीमिः समानशील व्यसनेषु सख्यम् ॥
ભાવાર્થ મૃગ મૃગની સાથે, ગાયો ગાયોની સાથે, ઘોડા ઘોડાની સાથે, મૂર્ખ મૂર્ખાઓની સાથે, બુદ્ધિશાળી બુદ્ધિશાળીની સાથે જાય છે. અર્થાત્ એમની મિત્રતા થાય છે કારણ કે જેના સ્વભાવ અને વ્યસન સરખા હોય છે તેમની જ મૈત્રી જામે
દશ વર્ષની ઉંમરે કચરાભાઈને ભચાઉના સુશ્રાવક ફુરિયા મેઘજી ઉગાભાઈ તથા નીસર થાવર કેશવજીભાઈ નોકરી માટે મુંબઈ લઈ ગયા. તેમની દોરવણી પ્રમાણે કચરાભાઈ કાર્ય કરવા લાગ્યા. પણ મુંબઈનું હવામાન તેમની શારીરિક પ્રકૃતિને માટે પ્રતિકૂળ નીવડ્યું તેથી ત્રણ-ચાર માસ રહીને પુનઃ ભચાઉ આવવાનું થયું. તેમાં પણ કોઈ શુભ સંકેત હતો જ, તેથી જ અનુભવીઓ કહે છે કે, “જે થાય છે તે સારા માટે !”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org