________________
આ છે અણગાર અમારા
૩૨૭
દશવૈકાલિક સૂત્ર (૭) સૂયગડાંગ સૂત્ર પ્રથમ સ્કંધ (૮) ઉન્નત ગૃહસ્થાશ્રમનો સરળ માર્ગ (૯) પ્રાતઃ સ્મરણ પાઠ
પરમ વાત્સલ્યદાતા સદ્ગુરૂદેવ
લલાટે ચારિત્ર આભા નીરખતી, આંખો સદા યે અમી નીતરતી (૨) હસતું મુખારવિંદ કામણગારા, વિયોગ અમોને નથી ખમાતો...
ચારિત્ર સંપન્ન મુનિરાજોનું તેજ મુખ ઉપર ચમક્યા વિના રહે નહિ. પૂજ્ય ગુરૂદેવમાં કુદરતી શરીર સૌષ્ઠવ અને લાવણ્યની સાથે ચારિત્રનું તેજ ભળતા વ્યક્તિત્ત્વ દીપી ઊઠતું હતું. તેમની આંખોમાંથી તો જાણે અમી-અમૃત જ નીતર્યા કરે. મુખારવિંદ ઉપર કાયમ સ્મિત અને પ્રસન્નતા હોય તેથી દર્શનાર્થી તેમના દર્શન કરી ધન્યતાનો અનુભવ કરતા.
તેમના વાત્સલ્યની તો કોઈ સીમા ન હતી. એમની પાસે જ્યારે જ્યારે બેસવાનું થાય ત્યારે વાત્સલ્યથી ભીંજવી દે. ભૂલ થઈ હોય તો કહે બાલારાજા છે, ફરીને નહિ કરે, હાથ ફેરવીને શિખામણ આપે. પરોઢિયે જગાડે ત્યારે પ્રેમથી કપાળે કોમળ હાથ ફેરવી નવકાર મંત્ર સંભળાવે. અધ્યયન કરાવતા તેમજ દરેક પ્રવૃત્તિમાં વાત્સલ્ય ભાવ તો એક સરખો નીતરતો જ હોય.
આદર્શ કાર્યવાહક તરીકે પૂ. ગુરૂદેવ
ગુરૂ અમારા ગુણીયલ જ્ઞાની, સંઘ સકળના હતા સુકાની (૨) જૈન શાસનના દિવ્ય સિતારા, વિયોગ અમોને નથી ખમાતો...
વિ.સં. ૨૦૨૫ ના ચૈત્ર વદ-૯ ના પૂજ્ય સાહેબ શ્રી રૂપચન્દ્રજી સ્વામી લીંબડી મોટા સંપ્રદાયની ગાદી પર બિરાજમાન થયા. ત્યારબાદ સં. ૨૦૨૮, બીજા વૈશાખ સુદ-૧૩ ગુરૂવારે સાધુ સંમેલનમાં ચતુર્વિધ સંઘની હાજરીમાં વિધિસર આચાર્યપદની પછેડી ઓઢાડવામાં આવી. ત્યારથી પૂજ્યશ્રીની વૃદ્ધાવસ્થાના કારણે તે આચાર્ય પદ મહોત્સવમાં પૂ. ગુરૂદેવ શ્રી નવલચન્દ્રજી સ્વામીને કાર્યવાહક તરીકે નીમવામાં આવ્યા.
તેઓ શ્રી પૂજ્ય આચાર્ય સાહેબના જમણા હાથ સમાન હતા.
અંતેવાસી આજ્ઞા ધરીને શિખામણ લેતા પ્રસન્ન કરીને (૨) પૂજ્ય સાહેબના પ્રાણ આધારા, વિયોગ અમોને નથી ખમાતો...
દીક્ષિત થયા ત્યારથી ૫૦ વર્ષ સુધી પૂજ્ય સાહેબની સાથે રહ્યા. બન્ને ભચાઉની વિરલ વિભૂતિઓ. બન્ને વચ્ચે પિતા-પુત્ર જેવો પ્રેમ. પૂજ્ય સાહેબ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org