________________
૩૨૫
આ છે અણગાર અમારા અભિપ્રાય પૂછાવે અને માન્ય પણ રાખે. દરેક સંત તથા શ્રાવકના મનમાં એવી છાપ કે તેઓ જે ન્યાય આપશે તે તટસ્થ બુદ્ધિથી આપશે, કયારેય એક પક્ષીય નિર્ણય નહિ લે. કોઈ સંઘોમાં વિભાજન થયું હોય, પક્ષ પડી ગયા હોય તો સંઘના આગેવાનો એમની સલાહ લે, તેઓ બે પક્ષને શાંતિ થાય તેવું સમાધાન કરી આપે.
સમતામૂર્તિ સદગુરૂદેવ દુષમ એવા પંચમકાળમાં અમુક આત્માએ કષાયો ઉપર સંપૂર્ણ વિજય મેળવ્યો છે એમ તો ન જ કહી શકાય પરંતુ ગૌરવની સાથે એટલું તો જરૂર કહેવું પડશે કે ગુરૂદેવે કષાયોને સારા પ્રમાણમાં પાતળા પાડયા હતા.
ગમે તે વ્યક્તિ ક્રોધથી ધમધમતી આવે છતાં પોતે ક્યારેય ક્રોધના આવેશમાં ન આવે એટલું જ નહિ પણ પોતે હસતા હોય તેથી સામી વ્યક્તિ આપોઆપ શાંત થઈ જાય. તેમનો એ જ ઉપદેશ હતો કે -
સામો થાય અગ્નિ તો આપણે થવું પાણી,
આ એક જ છે પ્રભુ વીરની વાણી, આવા સમતાશીલ ગુરૂદેવ પાસે જે આવે તે શાંત થઈ જ જાય. પોતાના ક્રોધ બદલ ભારે પસ્તાવો કરે. તેથી તો કોઈ વિદ્વાને સંતની વ્યાખ્યા કરી છે કે, “જેની પાસે શાંતિ પ્રાપ્ત થાય તેનું નામ સંત.” અથવા “સંતને છોડે તે સંત.” આવા સંત થવા માટે ખૂબ જ પુરુષાર્થ કરવો પડે. કષાયોને દૂર કરવા એ કાંઈ રમત વાત નથી.
'વિનય અને નમ્રતાની મૂર્તિસમા સદ્ગુરૂદેવ પૂજય ગુરૂદેવમાં નમ્રતા પણ ભારોભાર. પોતે સંઘાડાનું તથા સંપ્રદાયનું નેતૃત્વ કરતા હતા છતાં માન અને મોટાઈનું નામ નહિ. પાંચ વર્ષનો બાળક પણ એમની સાથે ખુલ્લા દિલથી વાત કરી શકે. વાને વાત્મા વિપિ વિદુષ: ગાયને નયનેશ: બાળકની સાથે બાળક જેવા, વિદ્વાનની સાથે વિદ્વાન જેવા, ગાયકની સાથે ગાયક જેવા, આમ દરેકની સાથે નમ્રતાથી વાત કરે તેથી બધા એમની પાસે આવી દિલને ખોલી શકતા. આજના યુગમાં થોડું જ્ઞાન આવે તો પણ અહંકાર આવી જાય એવાઓએ પૂ. ગુરૂદેવના જીવનમાંથી બોધ લેવો છે.
'સરલતાની સરવાણીસમા સદ્ગુરૂદેવ પૂ. ગુરૂદેવમાં સરલતા પણ ખૂબ જ. તે સરલતા કૃત્રિમ નહિ પરંતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org