________________
આ છે અણગાર અમારા
૩૨૩
લગાતાર ૨૨ વર્ષ ગુરુદેવના સાન્નિધ્યમાં રહી બહોળો અનુભવ મેળવ્યો. ગુરુદેવની સેવાનો લાભ લઈ પોતે અપૂર્વ ગુરુકૃપા પ્રાપ્ત કરી હતી.
જેને ગુરુકૃપા મળી તેને બધું જ મળી ગયું. જેને ગુરુકૃપા નથી મળી તેને કાંઈ નથી મળ્યું. ગુરુકૃપા વિના સાધક સાધના માર્ગે આગળ વધી શકતો નથી. ગુરુકૃપા વિના પ્રસિદ્ધિ મેળવી શકાય પણ સિદ્ધિ મળતી નથી. સદ્ગુરુની કૃપા પ્રાપ્ત કરનાર સાધક ધન્ય થઈ જાય, કૃતકૃત્ય થઈ જાય અંતે મોક્ષનાં શાશ્વત સુખો પણ પ્રાપ્ત કરે છે.
પૂજ્ય આચાર્ય શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી છેલ્લાં પાંચ વર્ષ લીંબડી સ્થિરવાસ હતા ત્યારે તેમની ખૂબ જ સેવા કરી હતી. નજરે જોનારા કહેતા હતા કે ખરેખર ધન્યવાદ છે નવલચન્દ્રજી સ્વામીને કે જેઓ પોતાના ગુરુદેવની સેવા જરા પણ દુગંછા રાખ્યા વગર કરતા. સદ્ગુરુની સેવાની તક મળવી તે અપૂર્વ ભાગ્યની નિશાની કહેવાય. પૂજ્ય સાહેબ શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી પાસે જે ગુપ્ત આમ્નાયો હતી તે પૂ. ગુરુદેવ શ્રી નવલચન્દ્રજી સ્વામીને ધરાવી એક સુપાત્રતમ શિષ્યને તે આપવા બદલ પરમ સંતોષ અનુભવ્યો.
“આદર્શ ગુરુ” (વસંતતિલકા)
गम्भीर धीर शुचि साक्षर नम्रमूर्तिः । श्री वीतरागसुगुरू हृदये दधानः । शान्तः क्षमी सहृदयी समताविभूतिः ॥ श्री सदगुरुर्नवलचन्द्र इति प्रसिद्धः ॥ लेखक
ભાવાર્થ : ગંભીર, ધીર, પવિત્ર, વિદ્વાન, નમ્રમૂર્તિ, દેવ-ગુરુ-ધર્મને હૃદયમાં ધરનાર, શાન્ત, ક્ષમાવાન, સહૃદયથી, સમતા વિભૂતિ વગેરે સદ્ગુણોથી સદ્ગુરુદેવ શ્રી નવલચન્દ્રજી સ્વામી પ્રસિધ્ધ હતા.
-
જે આદર્શ શિષ્ય હોય તે જ આદર્શ ગુરૂ બની શકે છે. ગુરૂ બનવું એ કાંઈ રમત વાત નથી. સંયમનિષ્ઠ આત્મા તથા ગુરૂભક્ત આત્મા જ આદર્શ ગુરૂ બની શકે છે. પૂ. આચાર્ય શ્રી ગુલાબચન્દ્રજી સ્વામીના અદૃશ્ય આશીર્વાદ તથા પરોક્ષ કૃપા વરસતી હોય પછી નવલગુરૂમાં કચાશ કયાંથી રહે. તેઓશ્રી આદર્શ ગુરૂના બધા ગુણોથી યુક્ત હતા. આજના કાળમાં આવા ગુરૂ મળવા મુશ્કેલ છે. તેથી જ તો કહ્યું છે કે “સદ્ગુરૂની પ્રાપ્તિ થવી દુર્લભ છે.’’
શિષ્યોને સંયમમાં દૃઢ ક૨વાની અને દરેક બાબતમાં કુનેહથી કામ કરાવવાની તેમનામાં અપૂર્વ કળા હતી. ગુરૂ તરીકેની પોતાની જવાબદારી તેમણે છેલ્લે સુધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org