________________
આ છે અણગાર અમારા
૩૩૩
'પૂજય ગુરૂદેવશ્રીના શિષ્ય-પ્રશિષ્યોની નામાવલિ
(૧) તપસ્વી મ. શ્રી રામચન્દ્રજી સ્વામી ૨૦૧૬ તુંબડી (૨) પંડિત મ. શ્રી ભાવચન્દ્રજી
૨૦૧૯ ભોરારા (૩) સેવાભાવી મ. શ્રી નેમિચન્દ્રજી સ્વામી ૨૦૨૩ લાકડિયા (૪) સુવ્યાખ્યાની મ. શ્રી ભાસ્કરજી સ્વામી ૨૦૨૬ ભચાઉ (૫) મુનિ શ્રી ધર્મેશચન્દ્રજી સ્વામી
૨૦૨૬ સમાઘોઘા (૬) મુનિ શ્રી વિમલચન્દ્રજી સ્વામી
૨૦૩૦ રતાડિયા, (૭) મુનિ શ્રી ચિંતનચન્દ્રજી સ્વામી
૨૦૩૪ ભોરારા (૮) મુનિ શ્રી શાંતિચન્દ્રજી સ્વામી
૨૦૩૪ ભોરારા (૯) મુનિ શ્રી પ્રકાશચન્દ્રજી સ્વામી
૨૦૩૪ ભોરારા (૧૦) મુનિ શ્રી વિવેકચન્દ્રજી સ્વામી
૨૨૪૧ સરા (૧૧) મુનિ શ્રી વિરામચન્દ્રજી સ્વામી
૨૦૪૧ આણંદપર (૧૨) મુનિ શ્રી ધનેશચન્દ્રજી સ્વામી
૨૦૪૪ ભચાઉ (૧૩) મુનિ શ્રી ભાવેશચન્દ્રજી સ્વામી
ગુંદાલા તદુપરાંત શિષ્યાઓનો સમુદાય પણ ઘણો મોટો છે. પૂ. ગુરૂદેવ પાસે સેંકડો શ્રાવક-શ્રાવિકાઓએ શ્રાવકના બારવ્રત સ્વીકાર્યા હતા. અનેક ભવ્ય આત્માઓને તેમણે પ્રતિબોધ્યા હતા.
ONO
'શ્રમણ શ્રેષ્ઠનું સમાધિ મરણ) પૂનમ ખીલી'તી સોળે કળાએ, અસ્ત થઈ છે અડધી વેળાએ (૨) સર્વત્ર શાંતિના સર્જનહારા, વિયોગ અમોને નથી ખમાતો...
સંવત ૨૦૩૪ નું છેલ્લું ચાતુર્માસ લાકડિયામાં હતું. પુણ્ય પ્રભાવક પૂ. આચાર્યદેવ શ્રી રૂપચન્દ્રજી સ્વામી તથા ગીતાર્થ ગુરૂદેવ શ્રી આદિ ઠાણા-૮ હતા. કેવું ભવ્યચાતુર્માસ!તે ચાતુર્માસમાં પોતાના શિષ્યોને જ્ઞાન આપતા, નાનાં બાળકોને ધાર્મિક સંસ્કાર આપતા. ત્યાં સ્થિરવાસ બિરાજતા વયોવૃદ્ધા તપસ્વિની મહા. શ્રી ઈન્દ્રાબાઈ આર્યાજીને દરરોજ સવારે દર્શન આપવા જતા. બપોરે વ્યાખ્યાન બાદ વિદુષી મ. શ્રી ચન્દ્રાબાઈ આર્યાજી આદિ ઠાણાઓને દશવૈકાલિક સુત્રની વાંચણી કરાવતા. ચાતુર્માસ ખૂબ જ સારી રીતે આરાધનામય પસાર થઈ રહ્યું હતું. તે ચાતુર્માસમાં ૩૩ દંપતીઓએ આજીવન ચતુર્થવ્રતના પચ્ચખ્ખાણ લીધેલા. (તેથી પહેલા વિ.સં. ૨૦૩૨ ના ચાતુર્માસમાં પૂ. સાહેબ તથા પૂ. ગુરૂદેવના શ્રીમુખેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org