________________
૩૩૪
શ્રી નવલચન્દ્રજી સ્વામી ૪૫ દંપતીઓએ ચતુર્થવ્રતના પચ્ચખાણ લીધેલા.)
ચાતુર્માસ પૂર્ણાહુતિના થોડા દિવસો બાકી હતા. પૂજય ગુરૂદેવનો સંયમ જીવનરૂપી ચન્દ્ર સોળે કળાએ ખીલ્યો હતો. તે પૂર્ણ કળાવાન ચન્દ્ર કુદરતને પણ નહિ ગમ્યો હોય-ઈર્ષ્યા આવી હોય તેમ આસો મહિનાની શરૂઆતમાં સવારે પોતાના પટ્ટશિષ્ય તથા લઘુત્તમ શિષ્ય સાથે દિશાએ ગયા હતા. વળીને પાછા આવતાં નદીમાં પડી ગયા. સામાન્ય વાગ્યું. ઘરગથ્થુ ઉપચારો કરતાં સારું થઈ ગયું. આસો વદ-૫ ના સાડા ત્રણ વાગ્યે છાતીમાં દુઃખાવો ઊપડયો. વેદના અસહ્ય છતાં સંપૂર્ણ સ્વસ્થતા રાખી. તપસ્વી શ્રી રામચન્દ્રજી સ્વામી (જેઓ સદા સેવામાં હાજર રહેતા) ને આજ્ઞા કરી કે મેડી ઉપરથી પ્રકાશ ને બોલાવ.
પૂ. ગુરૂદેવની આજ્ઞાથી તરત જ નીચે આવવાનું થયું. ગંભીર હાલત જોઈ કાંઈ સૂછ્યું નહિ તેથી ઉપરથી ભાસ્કર મ. ને બોલાવ્યા. અન્ય શિષ્યો પણ હાજર થઈ ગયા. બધા સાથે મળીને ભક્તામર સંભળાવ્યું. દરમ્યાન ડો. રામજીભાઈ પટેલ આવી ગયા. શરીર તપાસી નિદાન કર્યું. B.P. ની તકલીફ છે, ગભરાવા જેવું નથી. સારું થઈ જશે. યોગ્ય ઉપચારો શરૂ કરવામાં આવ્યા. ડો. શ્રીએ સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી. પૂ. ગુરૂદેવ શ્રી અધ્યાત્મ ભાવમાં ઝૂલી રહ્યા હતા. તેમને ખ્યાલ તો આવી ગયો હતો કે આ દિવસોમાં મારા ઉપર ઘાત છે.
સંવત બે હજાર ચોત્રીસની સાલે, શિર છત્ર તોયું ગોઝારા કાળે (૨) અશ્રુ વહાવે નયનો હજારા, વિયોગ અમોને નથી ખમાતો... સમાધિભાવે સૌને વિસરતા, “નમો સિદ્ધાણં' પદ ઉચ્ચરતા (૨) નશ્વર દેહને છોડી જનારા, વિયોગ અમોને નથી ખમાતો...
બે દિવસ શાંતિથી પસાર થયા, ત્રીજે દિવસે આસો વદ-૭ સોમવારે સાંજે ૪ વાગ્યે સુવઈ બિરાજતા ૫. મ. શ્રી ભાવચન્દ્રજી સ્વામી ઉપર શાંતિ સમાચારનો પત્ર લખાવ્યો. પોતાની આરાધના તો ચાલુ જ હતી. દરરોજના નિયમ પ્રમાણે રાત્રે ૧૦-૩૦ સુધી મીઠી-મધુરી હિતશિક્ષાઓ આપી. સંયમ જીવનને નિર્મળ બનાવવા છેલ્લે સુંદર પ્રેરણા આપી. અને જેમ કહ્યું છે કે –રનાને નાનીનાથ અમારે હિં વિષ્ય ?
ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે?” તેમ આસો વદ-૮ ની પ્રભાતે પાંચ વાગ્યે પુનઃ છાતીમાં દુઃખાવો થયો છતાં રાત્રિ પ્રતિક્રમણ જાગૃતિપૂર્વક કર્યું. જયાં મિચ્છામિ દુક્કડં આવે ત્યાં પોતે બોલતા ગયા. પ્રતિક્રમણ પૂર્ણ થયું.
દરરોજ પૂ. આચાર્યદેવ તથા ગુરૂદેવશ્રી પ્રતિક્રમણ પછી અડધો કલાક પ્રાતઃ કાલીન પ્રાર્થના ભાવવાહી રીતે કરતા. (તે વખતનો આનંદ ખરેખર અવર્ણનીય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org