________________
૩૨૮
શ્રી નવલચન્દ્રજી સ્વામી ઘણીવાર બોલાવે, નવલચન્દ્રજી ! ગુરૂદેવ પ્રવૃત્તિમાં હોય અને સાંભળે નહિ તો પ્રેમથી પૂજ્યશ્રી કહે નવલ, ! મોમાયો સાંભળતો નથી. ત્યારે ગુરૂદેવ હસીને પ્રેમથી જવાબ આપે, “પૂજ મહારાજ આવ્યો.” બન્ને મહાપુરુષોનો મધુર સંવાદ સાંભળવો એ પણ જીવનનો એક લ્હાવો હતો. ત્યારે ભારે પ્રસન્નતાનો અનુભવ થતો.
પૂ. ગુરૂદેવના હાથમાં કાર્યવાહક તરીકેની જવાબદારી આવ્યા પછી તેઓ શિસ્તપૂર્વક સંપ્રદાયનું સંચાલન કરવા લાગ્યા. બહોળો અનુભવ, ઠરેલ બુદ્ધિ, નિષ્કલંક ચારિત્ર, નિષ્પક્ષપાતી વલણ તથા સૌમ્ય સ્વભાવ વગેરેના કારણે કાર્યવાહક તરીકે તેઓ ખૂબ જ ઝળકી ઊઠ્યા હતા. તેમના સંચાલનથી સર્વેને સંતોષ હતો. ચતુર્વિધ સંઘમાં શાંતિ હતી. ક્યારેક મોટો સંપ્રદાય હોવાના કારણે મતભેદો ઊભા થાય પરંતુ તેઓ સારી રીતે સમાધાન કરી આપતા.
- પૂજ્ય ગુરૂદેવશ્રી શિસ્તના ખૂબ જ આગ્રહી હતા. કોઈ પણ સંત કે સતીનું વર્તન અયોગ્ય લાગે તો પહેલા તેમને પ્રેમથી સમજાવતા, ન માને તો સહેજ કડક ભાષામાં કહે, છતાં ન માને તો શાસ્ત્રાજ્ઞા મુજબ તથા સંપ્રદાયની સમાચારી પ્રમાણે કડક નિર્ણય લેતા અચકાતા નહિ. આવા મહાપુરુષો માટે કહેવાયું છે કે
वज्रादपि कठोराणि, मृदूनि कुसुमादपि ।
लोकोत्तराणां चेतांसि, को नु विज्ञातुमर्हति ॥ ભાવાર્થ : મહાપુરુષોના ચિત્તને જાણવા કોણ સમર્થ છે કે તેઓ જરૂરી બાબતોમાં વજથી પણ કઠોર હોય છે અને ફૂલથી પણ કોમળ હોય છે. એમનું દિલ તો ફૂલ જેવું કોમળ જ હોય છે.
સ્વભાવથી તેઓ સરલ, કોમળ અને દયાળુ હોય છે. પરંતુ શાસનના હિત માટે સંપ્રદાયના શિસ્ત માટે ક્યારેક કડક પણ થવું પડે છે. આવા શિસ્તના આગ્રહી શુદ્ધ સંયમી સંતો સાંપ્રતકાળે વિદ્યમાન હોય તો જ અંધાધુંધી કે ગેરવ્યવસ્થા દેખાય છે તે ક્યાંય જોવા ન મળે. આવા સંતાની ખોટ પળે પળે સાલ્યા કરે તે સહજ છે.
(સાધનાશીલ સદ્ગુરૂદેવ પૂ. ગુરૂદેવ શ્રી હંમેશા શાસ્ત્રની ગાથાઓનો સ્વાધ્યાય કરતા. રાત્રે જ્યારે ઊઠીએ ત્યારે માળા એમના હાથમાં હોય, ઘણીવાર સુધી એકાગ્ર ચિત્તે ફેરવતાં ફેરવતાં એમાં લીન બની જતા. પ્રતિક્રમણ વગેરે ક્રિયામાં ખૂબ જ જાગૃત રહેતા. શાસ્ત્રનો સ્વાધ્યાય કરવા માટે તેઓ હંમેશા પ્રેરણા આપતા. પોતાની પાસે બેસાડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org