________________
૩૨૬
શ્રી નવલચન્દ્રજી સ્વામી સ્વભાવસિદ્ધ. મહાપુરુષોની ઉંમર જેમ વધતી જાય તેમ તેમની સરલતા પણ વધે, જયારે અલ્પ આત્માઓ જેમ જેમ વયમાં વધતા જાય તેમ તેમ વક્રતા પણ વધે. કવિએ સરસ કહ્યું છે કે –
मनस्य वचस्य , कर्मण्येक महात्मनाम् ।
मनस्यन्यद् वचस्यन्यद् कर्मण्यन्यद् दुरात्मनाम्॥ અર્થાત્ મહાપુરુષોના મનમાં જે હોય છે તે વચનમાં આવે છે અને તે પ્રમાણે એમની ક્રિયા હોય છે જ્યારે દુરાત્માઓના મનમાં એક હોય, વાણીમાં બીજું હોય અને આચરણમાં ત્રીજું હોય.
જ્યાં સુધી મન-વચન-કાયામાં એકરૂપતા ન આવે ત્યાં સુધી સરલતા ન આવે અને સરલતા વિના સિદ્ધિ ન મળે. બાળક બધાને પ્રિય લાગે છે કારણ કે એનામાં સરલતા હોય. “Equality in mind, talk and heart makes the child lovable.” પૂ. ગુરૂદેવમાં આવી સરલતા હોવાથી બધાને પ્રિય લાગતા.
જૈિન ઈતિહાસના પ્રખરજ્ઞાતા સરૂદેવ જેને ઈતિહાસના પંડિત પૂરા, સંયમ-શીલમાં નહિ અધૂરા (૨) કલ્યાણ કેડી કંડારનારા, વિયોગ અમોને નથી ખમાતો...
પૂજ્ય ગુરૂદેવ શ્રી નવલચન્દ્રજી સ્વામી જૈન ઈતિહાસના પ્રખર જાણકાર હતા. લીંબડી સંપ્રદાયની પટ્ટાવલિ તેમણે મહારાજ શ્રી નાગજી સ્વામીના જીવનચરિત્રમાં આપી છે તે વાંચવા જેવી છે. તદુપરાંત તેમણે લીંબડી સંપ્રદાયના સાધુઓનું મુનિદ્રુમ તથા સાધ્વીજીઓને આર્યાજી કલ્પદ્રુમ વ્યવસ્થિત તૈયાર કરાવીને ગામોગામના સ્થાનકોમાં ભેટ અપાવ્યા છે તેના ઉપરથી આપણે ઘણી માહિતી મળી શકે છે. પુરાણી પરંપરાના ખુલાસા તેમની પાસે વ્યવસ્થિત થતા.
સંયમનું ૪૯ વર્ષનું સુવિશુદ્ધ પાલન કરી સંયમી જીવનને ભારે દીપાવ્યું હતું. શિષ્યોને ભણાવવાની પણ તેમણે ઘણી જ હોંશ. ખાસ પંડિતો રાખીને શિષ્યોને વર્ષો સુધી ભણાવતા અને આગળ વધારતા. તેમણે અમુક પુસ્તકોનું લેખન તથા સંપાદન પણ કર્યું છે તેનાં નામ નીચે પ્રમાણે છે.
(૧) પૂજય શ્રી ગુલાબ-વીર જીવનચરિત્ર (૨) ભદ્ર સ્વભાવી મ.શ્રી નાગજી સ્વામીનું જીવન દર્શન તથા લી. સં. ની પટ્ટાવલિ (૩) જિન સ્તોત્રાદિ સંગ્રહ (૪) સામાયિક-પ્રતિક્રમણ-સાર્થ (પ) જિનાદિ સ્તુતિ સંગ્રહ (૬) આચારાંગ સૂત્ર તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org