________________
૩૨૨
શ્રી નવલચન્દ્રજી સ્વામી ગુરુ કારીગર સારીખા, ટાંકે વચન પ્રહાર? પથ્થરની પ્રતિમા કરે, પૂજા લહે અપાર ! ગુરુ પ્રજાપતિ સારીખા, ઘટ ઘટ કાઢે ખોટા ભીતરથી રક્ષણ કરે, ઉપર લગાવે ચોટ |
આવા દુહાઓ અને બોધદાયક પદોને ચરિત્ર નાયકે સ્ક્રયસ્થ કરેલા. પોતાના શિષ્યોને આવા દુહાઓ શીખવતા, જેની અસર શિષ્યો ઉપર સારી થતી.
ધાર્મિક અભ્યાસ પૂરો કર્યા પછી સંસ્કૃત વ્યાકરણ, ન્યાય વગેરે શીખવાની શરૂઆત કરી. વ્યાકરણમાં ડૉ. આર. કે. ભાંડારકરની બે બૂક, સિદ્ધાન્ત ચન્દ્રિકા વગેરેનો અભ્યાસ કર્યો. ન્યાયમાં તર્ક સંગ્રહ, મુક્તાવલિ, પ્રમાણનય, સ્યાદ્વાદ મંજરી વગેરેનો અભ્યાસ કર્યો, પંચકાવ્ય, છંદ, અલંકાર ભણ્યા તથા જયોતિષનો પણ સારો અનુભવ પ્રાપ્ત કર્યો. આકાશ મંડળનું જ્ઞાન પણ સારું પ્રાપ્ત કર્યું.
ચાતુર્માસ દરમ્યાન સંસ્કૃતનો અભ્યાસ કરતા કારણ કે ચાર મહિના પૂરતા પંડિતો મળતા. શેષકાળના આઠ મહિનામાં વિહાર વગેરેના કારણે આગમોની વાંચણી કરતા. આગમ વિશારદ ગુરુદેવે આગમોની આમ્નાયો ધરાવી. લગભગ બધાં સૂત્રોની વાચના ગુરુગમથી લીધી. શાસ્ત્રોના નિચોડરૂપ અથવા માખણરૂપ જેને કહી શકાય એવા થોકડાઓનો તલસ્પર્શી અભ્યાસ કર્યો જેથી “તત્ત્વજ્ઞ” એવું વિશેષણ પ્રાપ્ત કર્યું.
માત્ર ૧૯ વર્ષની ઉંમરે વ્યાખ્યાન આપવાનો પ્રારંભ કર્યો. ધીમે ધીમે એમાં સારી નિપુણતા પ્રાપ્ત કરી લીધી. ગુરુદેવ ગુલાબચન્દ્રજી સ્વામીથી માંડીને બધા સંતોની તેમણે અપૂર્વ કૃપા પ્રાપ્ત કરી હતી, કારણ કે તેમના જીવનમાં વિનય, વૈયાવચ્ચ, નમ્રતા, સરલતા, નિર્લોભતા જેવા સદ્ગુણો સ્વભાવસિદ્ધ હતા. આવાં મહાન સદ્ગુણોના કારણે અન્ય સંપ્રદાયના સંતો તેમ જ શ્રાવકો તેમને ખૂબ જ ચાહતા અને બધાના મુખમાંથી એક સરખા શબ્દો સરી પડતા, “ખરેખર નવલચન્દ્રજી મહારાજ એટલે નવલચન્દ્રજી મ. ! શું એમની નમ્રતા ! શું એમની સરળતા ! શું એમની આત્મીયતા અને શું એમની વિશાળદ્રષ્ટિ અને ઉદારતા!!”
જગતને બાંધનારાઓ, પ્રથમ બિસ્તર બની જાજો,
તો તમારા એ જ બંધનમાં, જગત આવીને બંધાશે. અર્થાત જેણે જગતને પોતાના હૃદયમાં બાંધવું છે તેણે પહેલાં બિસ્તરની જેમ ખુલ્લા થઈ જવું પડે છે, પછી જગત એના જ બંધનમાં બંધાય છે.
वसे गुस्कुले निच्चं । હંમેશા ગુરુકુલમાં રહેવું જોઈએ. આ મહાવાક્યાનુસાર દીક્ષિત થયા પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org