________________
આ છે અણગાર અમારા
૩૧૩ earth.” માતા-પિતા અને ગુરુ આ પૃથ્વી ઉપર જીવતા દેવ સમાન છે. એક અપેક્ષાએ ગુરુદેવનો ઉપકાર માતા-પિતા કરતાં પણ વિશેષ છે કારણ કે માતાપિતા જન્મ આપી લાલન-પાલન કરે છે, જયારે ગુરુદેવ અજ્ઞાન અંધકાર દૂર કરી, સારા સંસ્કારો આપી સંયમરૂપી જીવન આપે છે.
પરમોપકારી પરમવાત્સલ્યદાતા સદ્ગુરુદેવ શ્રી નવલચન્દ્રજી સ્વામીનું જીવન ચરિત્ર મારી અલ્પમતિ પ્રમાણે રજૂ કરું છું.
કચ્છની કામણગારી ધરા સંતો અને સતીઓથી સુવિખ્યાત છે. એક કવિએ કચ્છી ભાષામાં ધીંગી ધરતીના યથાર્થ ગુણ ગાયા છે.
ધીંગી ધરતી કચ્છજી, ધીંગા વન વિસ્તાર . . ધીંગા મુનિવર મહાત્મા, ધીંગા કોટ કરાર /
સતીયું ને શૂરા બેઆ, સાધુ-સંત-મહંતો
તપીઆ તપ તપે વેઆ, એડા હતે અનંત એવી પવિત્ર ભૂમિ કચ્છનો એક વિભાગ તે વાગડ. આ વાગડના નાક સમાન યાને પ્રવેશદ્વાર સમાન ભચાઉ શહેર ખૂબ જ રમ્ય છે, ઉત્તરોત્તર તેમાં દરેક રીતે પ્રગતિ થઈ રહી છે, એવા એ શહેરમાં ભદ્ર પરિણામી નાથાભાઈ નામના સુશ્રાવક રહેતા હતા. તેમના ધર્મપત્નીનું નામ મીણાબાઈ હતું. (તેઓ કકરવાના દેઢિયા સામતભાઈના સુપુત્રી હતા.)
શ્રી નાથાભાઈ નિરક્ષર હોવા છતાં ધર્મપ્રત્યે ખૂબ જ શ્રદ્ધાવાળા હતા. તેઓ નવકાર મહામંત્રનું સ્મરણ ખૂબ જ કરતા, તેનું કારણ એ મહામંત્ર ઉપર એમને અથાગ શ્રદ્ધા હતી. નાથાભાઈને બીજા ચાર ભાઈઓ હતા - વેરશીભાઈ, નારણભાઈ, ભારમલભાઈ ને જીવણભાઈ. તેમના પિતાશ્રીનું નામ તેજાભાઈ ખેરાજ અને માતુશ્રીનું નામ રાણીબાઈ હતું. તેમનું ગોત્ર શત્રા હતું.
સુશ્રાવક શ્રી નાથાભાઈ તથા સુશ્રાવિકા શ્રી મીણાબાઈ શાંતિપૂર્વક પ્રેમથી રહેતાં હતાં. તેમનો વ્યવસાય ખેતીવાડીનો હોવાથી તેમને ખેતરો તથા વાડીઓમાં વધારે રહેવાનું થતું. તેમની નવકાર મહામંત્ર ઉપરની અતૂટ શ્રદ્ધાના ત્રણ પ્રસંગો જાણવા જેવા છે.
“જપી લે જપી લે નવકાર વિશ્વાસ કરી (૨)” તે વખતે રાજાશાહીના સમયમાં અમલદાર વર્ગ ઘણા માણસોને વેઠિયા તરીકે કામ કરવા બોલાવતા અને પોતાની પાસે બેસાડી રાખતા. એક દિવસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org