________________
૩૧૮
શ્રી નવલચન્દ્રજી સ્વામી હજી એની ઉંમર નાની છે, પછી મોટો થાય ત્યારે ભલે ભણેગણે પણ હાલમાં અમે એને તેડી જઈશું. કુટુંબીજનોએ આ વાતમાં પોતાનો સૂર પુરાવ્યો.
પૂજ્ય સાહેબ સમજી ગયા કે કાચા કાનના નાથાભાઈને જરૂર કુટુંબીઓએ ભરમાવ્યા છે પરંતુ નરપાળનો વૈરાગ્ય સાચો હશે તો ક્યાંય નથી જવાનો, રજા વગર તો રખાય નહિ. તેમણે નાથાભાઈને કહ્યું, “આવા કાર્યમાં તમારે, અંતરાય પાડવી જોઈએ નહિ છતાં તમારું મન ન માનતું હોય તો ન૨પાલને પૂછો, એની શી ઈચ્છા છે ?'’
“હું તો ભચાઉમાં નહિ આવું મારા તાત મારું મન લાગ્યું છે સંયમમાં.’’
નાથાભાઈએ પુત્રને તેડવા આવ્યાની વાત કરી પરંતુ બાળકે તરત જ ભચાઉ આવવાનો ઈન્કાર કરી દીધો. ખૂબ સમજાવ્યો છતાં બાળક એકનો બે ન થયો, તેથી બળજબરીથી તેડી જવા માટે તૈયાર થયા. તે વખતે લાકડિયાનો ઉપાશ્રય એની ચાલીમાં ઉ૫૨ જવા માટે જે દાદરો હતો એની બાજુમાં નરપાલકુમાર બેઠેલા. જ્યારે નાથાભાઈ અને કુટુંબીજનોએ પરાણે લઈ જઈ ટીંગાટોળી કરશું એવી બીક બતાવી ત્યારે વીરકુમાર નરપાલે દાદરાને દૃઢપણે પકડી લીધો અને પોતાના દૃઢ વૈરાગ્યની પ્રતીતિ કરાવી.
કુટુંબીજનો જ્યારે વગર સમજ્યે ખેંચાખેંચ કરવા લાગ્યા ત્યારે પૂજ્ય સાહેબે તેમને સમજાવ્યા કે બાળકની તમારી સાથે ચાલવાની ઈચ્છા નથી છતાં બળજબરીથી શા માટે લઈ જવાની કોશિશ કરો છો ? કંઈક તો સમજો, તમારો દીકરો ક્યાં ખરાબ માર્ગે જાય છે ? એ જે માર્ગ લેવાનો છે તે શ્રેષ્ઠ છે, માટે પ્રેમથી એને રહેવા દો અને તમે બધા ધર્મમાં ચિત્ત જોડો.
પૂજયશ્રીની મધુર વાણીથી કુટુંબીજનો બોધ પામ્યા અને નરપાલને રાજીખુશીથી ભણવાની પરવાનગી આપી. મહાપુરુષોની વાણીમાં કેવી તાકાત હોય છે તે આ પ્રસંગ ઉપરથી જાણી શકાય છે.
નરપાલકુમારે એક વર્ષમાં સામાયિક-પ્રતિક્રમણ, થોકડાં વગેરેનો સારો અભ્યાસ કરી લીધો. બરાબર એક વર્ષ પછી વિ.સં. ૧૯૮૫ના પોષ મહિનામાં પૂજ્યશ્રી આદિ ઠાણાઓ ભચાઉ પધાર્યા ત્યારે લીંબડી સંપ્રદાયના ધોરણ મુજબ ભચાઉના સ્થાનિક આગેવાનોની સમક્ષ નાથાભાઈએ નરપાલને દીક્ષાની મંજૂરી આપી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org