________________
આ છે અણગાર અમારા
૩૧૭ આ શબ્દો માત્ર ચકાસણી કરવા જ તેમણે ઉચ્ચારેલા પરંતુ જેને સંસારના સુખની કાંઈ પડી નથી તેને સંયમનાં કષ્ટો ડગાવી ન શકે. ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૧૯મા મૃગાપુત્રે આ જ શબ્દો ઉચ્ચાર્યા છે.
સો વેઃ કમપિયો, વચં નહાવું. ટ્ટ નો નિખ્રિવાસ, સ્થિ વિર વિ ટુવર ગાથા-૪૪
ભાવાર્થ સંયમના કષ્ટો સમજાવતા એવા માતાપિતાને મૃગાપુત્રે કહ્યું કે, તમે કહો છો તે વાત સાચી પરંતુ આ લોકના સુખોની જેને પિપાસા નથી તેના માટે કાંઈ જ દુષ્કર નથી.
નરપાલકુમારે પણ આવા શબ્દો પોતાની ભાષામાં રજૂ કર્યા અને કહ્યું કે શૂરવીરના માટે કાંઈ દુષ્કર નથી. આવો વીરોચિત જવાબ સાંભળી નાથાભાઈને લાગ્યું કે પુત્રની ભાવના સાચી છે, વૈરાગ્યમાં દ્રઢ છે તેથી ગુરુમહારાજની પાસે ધાર્મિક અભ્યાસ કરવા તથા તેમની સાથે વિહારમાં જવાની અનુમતિ આપી.
પૂજય સાહેબ શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી આદિ ઠાણાઓ ભચાઉથી વિહાર કરી અનુક્રમે લાકડિયા પધાર્યા. નરપાલકુમારે નાની ઉંમરે વિહારનો અનુભવ કર્યો. ધાર્મિક અભ્યાસ વ્યવસ્થિત રીતે ચાલી રહ્યો હતો. લાકડિયા સંઘની હાર્દિક વિનંતિના કારણે પૂજ્યશ્રીએ શેષકાળમાં ત્યાં જ થોડા દિવસ રોકાવાનો નિર્ણય કર્યો હતો.
સારા કામમાં વિન ઘણાં” એ ઉક્તિ અનુસાર આ બાજુ નાથાભાઈના નજીકના કુટુંબીજનોને જ્યારે ખબર પડી કે નાથાભાઈએ પોતાના એકના એક સુપુત્રને ગુરમહારાજનાં ચરણોમાં સોંપી દીધો છે અને દીક્ષાની અનુમતિ આપી છે ત્યારે મોહવશ થઈ તે કુટુંબીજનોએ નાથાભાઈની પાસે આવીને ઠપકો આપ્યો અને કહ્યું, “તું તો તદૃન ભોળો છે. એકના એક દીકરાને દીક્ષાની રજા આપી તે મોટી ભૂલ કરી છે, કારણ કે આ દીકરો જ તારો આધારભૂત છે. હજી કાંઈ બગડી નથી ગયું દીકરો નાની ઉંમરનો છે અને સંસારનો અનભવ શો? આ તો સાધુઓએ ભોળવી દીધો છે, પતંગિયો રંગ છે, દીક્ષા લીધા પછી પાળવી ખૂબ કઠિન છે. માટે હજી કાંઈ બગડી નથી ગયું. નરપાલ મહારાજ સાહેબ સાથે લાકડિયા છે, આપણે ત્યાં જઈએ, એને સમજાવીને પાછો લઈ આવીએ.”
સરલદિલના નાથાભાઈ કુટુંબીજનો સાથે સહમત થઈ ગયા અને તેમની સાથે લાકડિયા આવ્યા. પૂજય સાહેબને વંદના કરી બધા સાથે પૂજ્યશ્રીની પાસે બેઠા. નાથાભાઈએ વાત કરી કે મેં ઉતાવળમાં નરપાલને રજા આપી દીધી પરંતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org