________________
૩૧૨
શ્રી નવલચન્દ્રજી સ્વામી તેઓશ્રીનું ચારિત્ર નિર્મળ સ્ફટિક જેવું શુદ્ધ હતું. દર્શનાર્થી ગમે તે બહેન હોય પરંતુ તેઓ ઊંચું સરખુંય જોતા નહિ. દ્રષ્ટિમાં પવિત્રતા, વાણીમાં મધુરતા તથા વર્તનમાં સદાચારને કારણે તેમનો પ્રભાવ સર્વત્ર પડતો હતો. પંડિતાઈની સાથે સદાચારનો સુમેળ થાય તો જ સાધુ જીવનની કિંમત છે તેથી તો એક વિદ્વાને કહ્યું છે કે – “Not education but character is man's greatest need and man's greatest safeguard. શિક્ષણ નહિ પરંતુ ચારિત્ર જ માણસની મોટામાં મોટી જરૂરિયાત અને મોટામાં મોટો રક્ષણકર્તા છે.
તેઓશ્રીના શ્રીમુખેથી ઘણા ભાગ્યશાળીઓએ દીક્ષા ધારણ કરી હતી. મધુરકંઠી મ. શ્રી નરસિંહજી સ્વામી, તપસ્વી મ. શ્રી લલિતચન્દ્રજી સ્વામી તથા ગોંડલ સંઘાણી સંઘના નરેન્દ્ર મુનિ તેમ જ વિદુષી મહા. દમયંતીબાઈ આર્યાજી તથા કલાવતીબાઈ આર્યાજી તથા પ્રખર પ્રજ્ઞાશીલ બા.બ્ર. વિનોદિનીબાઈ આજી, મુંબઈના મહાસતીજી નિર્મળાબાઈ આર્યાજી, સુલોચનાબાઈ આર્યાજી, સુનંદાબાઈ આર્યાજી તથા ગીતાબાઈ, વંદનાબાઈ, પ્રાર્થનાબાઈ, ભદ્રાબાઈ, જિજ્ઞાસાબાઈ, વૈશાલીબાઈ, સ્મિતાબાઈ, દિનમણિબાઈ, પારસમણિબાઈ, મૃગાવતીબાઈ વગેરે અનેક મહાસતીજીઓની તેમના હાથે દીક્ષા થઈ હતી.
મધુરકંઠી મ. શ્રી નરસિંહજી સ્વામીએ તેમની ખૂબ જ સેવા કરી હતી. તેઓ સંવત ૨૦૩પના માગસર સુદ-૯ના રાત્રે ૧૦ વાગ્યે લીંબડીમાં જ સમાધિભાવે કાળધર્મ પામ્યા.
પૂ. શ્રી નરસિંહજી સ્વામી સંવત ૨૦૪૫ની સાલથી અજરામર સંપ્રદાયના પૂજયસાહેબનું પદ શોભાવી રહ્યા છે.
પરમકૃપાળુ ગીતાર્થ ગુરુદેવ શ્રી નવલચન્દ્રજી સ્વામી
नवसंस्कारदाताएं, नवशक्तिप्रदायकम् ।
નવના તિવાર, ગુજં નમાષ્ફયમ્ - લેખક ભાવાર્થ: (ધર્મના) નવીન સંસ્કાર, આપનાર, નવ શક્તિ દેનાર તથા નૂતન જાગૃતિ પેદા કરનાર ગુરુદેવને નમન કરું છું.
“Mother, father and Guru are the living Gods on this
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org