________________
૨૪૪
શ્રી રત્નચન્દ્રજી સ્વામી
સુદિ ૧૨ ને શુક્રવારે સુશ્રાવક વીરપાળભાઈ દેઢિયાના ગૃહિણી સુશ્રાવિકાલક્ષ્મીબાઇએ એક પુત્રરત્નને જન્મ આપ્યો. એક શુભ દિવસે તેનું નામ રાયસિંહ પાડવામાં આવ્યું.
૬ વર્ષની ઉંમરે માતા-પિતાએ તેમને ગામઠી શાળામાં ભણવા માટે બેસાડ્યા. સાત ચોપડીનો અભ્યાસ કરી રાયસિંહ મોટાભાઈ નપુભાઇની સાથે ઇંદોર પાસે આવેલા શણાવદમાં વેપારનો અનુભવ લેવા ગયા. ત્યાં અંગ્રેજીનો સામાન્ય અભ્યાસ કર્યો. દસેક માસ એ રીતે શણાવદમાં ગાળ્યા બાદ ફરીને કચ્છમાં આવ્યા. ત્યાંથી મુંબઇ વેપારાર્થે ગયા. અનુક્રમે ૧૩ વર્ષની ઉંમરે એ કચ્છી કિશોર વેપારી બની ગયો.
यदभावि न तद् भावि, भावि चेन्न तदन्यथा ।
જે નથી બનવાનું તેને કોઇ બનાવી શકતું નથી. જે બનવાનું છે, તેને કોઇ અન્યથા કરી શકતું નથી આ કુદરતનો કાનૂન છે.
જ્યારે રાયસિંહ શાળામાં ભણતા હતા ત્યારે ધાર્મિક જ્ઞાનમાં સામાયિક, પ્રતિક્રમણ, છ કાયના બોલ, નવતત્ત્વ વગેરેનો અભ્યાસ કરેલો. સાધુ સાધ્વીજીઓનો સમાગમ પણ કરતા જેથી બાલમાનસમાં દીક્ષા લેવાના વિચારો આવતા, પરંતુ તે કોઇને દર્શાવ્યા નહિ, તે સ્થિતિમાં જ તેમના તેર વર્ષની ઉંમરે (કચ્છ) સમાઘોઘાની એક કુલિન કન્યા હાંસબાઇ સાથે લગ્ન થઇ ગયા. લગ્ન બાદ ત્રણ વર્ષ પરદેશમાં ગાળ્યા. ચોમાસાના ત્રણ-ચાર માસ દેશમાં રહી ધાર્મિક અભ્યાસને તાજો કરતા. આ પ્રમાણે ક્રમ ચાલ્યા કરતો હતો.
રાયસિંહભાઇ ચોમાસામાં બેલાપુરથી દેશમાં આવ્યા. પુનઃ સંયમ લેવાના ઉત્કૃષ્ટ ભાવ જાગ્યા, તેઓ કોઇને પણ કહ્યા વગર ભોરારાથી અંજાર ગયા. તે વખતે અંજારમાં પૂ. ગુલાબચન્દ્રજી સ્વામી તથા કવિવર્ય મ. વીરજીસ્વામી બિરાજતા હતા. પાછળથી કુટુંબીજનોને ખબર પડતાં પાછા તેડી આવ્યા. તેઓ સંસારમાં રહેવા ઇચ્છતા ન હતા છતાં ગૃહસ્થાશ્રમના બંધનના કારણે રહેવું પડ્યું.
“ઉપાદાન તૈયાર થતાં નિમિત્ત મળી જ જાય છે.
માતા-પિતાનો પ્રેમ તથા ગૃહસ્થાશ્રમની જવાબદારીના કારણે દીક્ષા લેવાનો વિચાર તે વખતે સાકાર ન બન્યો પરંતુ ત્યાર બાદ વિ. સં. ૧૯૫૧માં રાયસિંહભાઇ બેલાપુર હતા ત્યારે ધર્મપત્ની હાંસબાઇએ પુત્રીને જન્મ આપી પ્રાણ છોડ્યા. આ સમાચાર રાયસિંહભાઇને તાર દ્વારા મળ્યા. તે જ વખતે તેમના મુખમાંથી નરસિંહ મહેતાની જેમ શબ્દો સરી પડ્યા, “ભલું થયું ભાંગી જંજાળ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org