________________
૨૭૮
શ્રી નાનચન્દ્રજી સ્વામી ઉંડાણ રજૂ કરવાનો આવો મોકો આપણાથી કેમ ગુમાવાય? શાસનોદ્ધારક પૂ. શ્રી અજરામરજી સ્વામીના તમે શ્રાવક છો. એ મહામુનિએ પણ શ્રી પૂજ્ય પાસે જવામાં નાનપ નો'તી માની. તેથી જ આજે સ્થા. જૈન ફિરકામાં પંડિત, વિદ્વાન અને ઉદાર સાધુ-સાધ્વીઓ વિશેષ છે.”
શ્રાવકજીને ભૂલ સમજાઈ, માફી માગી. આ પ્રસંગથી આખો સંઘ નવદીક્ષિત મુનિથી પ્રભાવિત થયો.
(૨) જામનગર ચોમાસામાં દિવાળીના દિવસે મનોહર પ્રવચન આપી સ્વરચિત કાવ્યો બોલ્યા, “પર્વ દિવાળી પ્રભુ ગુણ ગાવા, પાપ સમૂહ સમાવોને” સચોટ વક્તત્વ, શાસ્ત્રીય સંગીત, કંઠની હલક સાથે અભિનય કરતા, આ બધું શ્રોતાજનો માટે મહાન આકર્ષણ હતું.
ત્યાં એક શ્રાવકજી બોલ્યા, “હે મહારાજ શ્રી ! સાધુને આ રીતે ગાવું કહ્યું? શ્રોતાઓ ન રહી શક્યા. તેમણે જ જવાબ આપી દીધા, “શું કલ્યું અને શું ન કલ્પે ? તે તમારા અને અમારા કરતાં મુનિવર વધુ સમજે છે. આપણાથી આવું ન પૂછાય, સમજ્યા. “ભાઈ ભોંઠા પડ્યા. દિલગીરી દર્શાવી. મુનિશ્રીએ શ્રોતાઓને સાફ જણાવ્યું. પ્રામાણિક શંકા જાહેરમાં કરવામાં વાંધો નથી. માત્ર જિજ્ઞાસા હોવી જોઈએ. જૈનધર્મ શાસ્ત્રોમાં સાધુ-સાધ્વીઓને માટે હંમેશા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અનુસાર જ કહેવાયું છે. ભ. મહાવીર સંસ્કૃત ભાષા નહોતા જાણતા એમ નહિ પણ અર્ધમાગધી ભાષામાં સર્વલોક ગમ્ય શ્રેષ્ઠ જ્ઞાન આપ્યું. એ પરંપરાને લીધે જ આચાર્યોએ કાવ્યો અને રાસો રચ્યા છે. હા, માત્ર મનોરંજનને મધ્યમાં રાખીને ન કહેવાય પણ સિદ્ધાન્તમય આચરણને મધ્યમાં રાખી, સર્વભોગ્ય ઢબે કહી શકાય અને તે તો સારું જ છે, આમ વિચારજો.”
સં. ૧૯૬૪ની સાલમાં પૂજયશ્રી દેવચન્દ્રજી સ્વામીને આચાર્ય પદવી મળી હતી. તેઓ શાસ્ત્ર પારંગત અને સંસ્કૃતના સારા વિદ્વાન હતા. વિદ્વત્તા કરતાંય તેમની નિખાલસતા બધાને આકર્ષતી. સૌરાષ્ટ્રના બધા જ સંઘાડાના સાધુઓની નજર પૂજય દેવચન્દ્રજી સ્વામી તરફ હતી. જયારે ગુરુની નજર પોતાના શિષ્ય નાનચન્દ્રજી તરફ હતી.
તે વર્ષનું ચાતુર્માસ મોરબીમાં હતું. શેઠ અંબાવીદાસ ડોસાણી મોરબીમાં સાધન સંપન્ન હતા. તેમણે એક દિવસ એકાંતમાં મ. શ્રી નાનચન્દ્રજી સ્વામીને કહ્યું, “મારા જેવું કામકાજ જરૂર બતાવજો.” મુનિ શ્રી નાનચન્દ્રજી સ્વામીના મનમાં કચ્છ, સૌરાષ્ટ્રના બે પ્રસંગોથી જે કાન્તિબીજ વવાયું હતું, તેને તેઓ સમાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org