________________
૨૯૦
શ્રી પચન્દ્રજી સ્વામી ઘટતું ગયું. સંત-સતીઓના સાન્નિધ્યમાં વિશેષ રહેવા લાગ્યા. તે વખતે વાગડ પ્રાંતમાં શિક્ષણ નહિવત હતું જેથી રણમલકુમારને શાળામાં બેસવાનો વખત જ ના આવ્યો. પિતાની સાથે ક્યારેક ખેતરે જતા તેમ જ તેમના કામમાં મદદગાર થતા.
એક વખત તેઓ વાડીએ ગયેલા. સૌ પોત-પોતાના કામમાં વ્યસ્ત હતા ત્યાં એકાએક જોરદાર પવન ફૂંકાયો. ધૂળની ડમરી ચઢી આવી, અંધારું થઈ ગયું. કાંઈ દેખાતું ન હતું પરંતુ
આંધી ચર્ચા કરે છે, આંધી શમ્યા કરે છે,
સમજુ જીવો એ સદા, નવકાર સ્મર્યા કરે છે. આ કડી પ્રમાણે આ વાવાઝોડામાં બધા ગાડા નીચે સંતાઈ ગયા, તેમાં રણમલ પણ છુપાયો પરંતુ નવકાર મંત્રનું સ્મરણ ચાલુ કર્યું. પંચપરમેષ્ઠીનું શરણુ સૌએ સ્વીકાર્યું. માથા ઉપર ભય હોવા છતાં દેવ-ગુરુ-ધર્મની અપાર શ્રદ્ધા હોવાથી સૌ નિર્ભય હતા. વાવાઝોડું વિખરાઈ ગયું. આંધી શમી ગઈ. સૌ એકબીજા તરફ જોવા લાગ્યા. બધાએ નિરાંતનો દમ ખેંચ્યો. રણમલના બાળપણથી જ સંસ્કારો ઊંચા હતા.
તેજસિંહભાઈ ઘણી વાર વિચારતા કે મારા ઘરમાંથી કોઈ સંયમનો માર્ગ અપનાવે તો કેવું સારું ! એ પુણ્યશાળી પિતાને પોતાના પુત્રોને સંસારમાં જોવા કરતાં સંયમી બનાવવાની વધારે ભાવના હતી. પૂર્વજન્મના કોઈ મહાન સંસ્કાર વિના આવી ભાવના થતી નથી. આજ્ઞાની માતા-પિતાઓ પોતાનાં બાળકોમાં કદાય આવી ઉચ્ચ ભાવના પ્રગટે તો તેઓને અંતરાય પાડે છે. જયારે તેજસિંહભાઈએ નિર્ણય કર્યો કે મારાં સંતાનોમાંથી કોઈને સંયમ લેવાની ભાવના જાગશે તો હું અંતરાય પાડીશ નહિ.
ગુરુવર્યોની પાવન પધારમણી ગુરુ મીલા તો સબ મીલા, નહિ તો મીલા ન કોઈ
માતપિતા સુત બંધવા, સો તો ઘર ઘર હોઈ છે. વિ.સં. ૧૯૫૮ના ફાગણ મહિનામાં (ભોરારા – કચ્છ)ની જયોતિર્ધર ત્રિપુટી) આગમ વિશારદ પૂ.મ. ગુલાબચન્દ્રજી સ્વામી, તેમના લઘુબંધુ કવિવર્ય મ. શ્રી વીરજી સ્વામી તથા ભારતરત્ન શતાવધાની પંડિતરાજ શ્રી રત્નચન્દ્રજી સ્વામી ઠાણા-૩ ઝાલાવાડમાંથી વિહાર કરીને વાગડની ધરતીને પાવન કરતાં કરતાં ભચાઉ પધાર્યા. ઘણાં વર્ષો પછી સંતોના પગલાં થતાં આખા ભચાઉ શહેરમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org