________________
આ છે અણગાર અમારા
૩૦૧
હતું.
પરમાત્મપ્રકાશ, નિર્વાણમાર્ગનું રહસ્ય વગેરે આધ્યાત્મિક પુસ્તકોના વાંચન દ્વારા તેમણે આત્મભાવને સારો વિકસાવ્યો હતો. આત્મચિંતનમાં તેઓશ્રી એવા મસ્ત થઈ જતા કે વસતિમાં રહેવા છતાં જાણે વનમાં રહીને અધ્યાત્મની સાધના કરનાર યોગીરાજ જોઈ લ્યો ! ત્યારે ભક્તોના દ્ધયમાં ઉદ્ગાર નીકળી પડ્યા.
' “જૂના જોગી છે એક અલગારી, ગુરુ પચન્દ્રજી ઉપકારી” |
કરશો ના કોઈ પ્રમાદ સમયનો નશ્વર જીવનમાં “એક સમય માત્રનો પ્રમાદ કરીશ નહિ એ વીતરાગ વચનને પૂજ્ય સાહેબે પોતાના જીવનમાં સારી રીતે વણી લીધું હતું. એક-એક સમયનો સદુપયોગ કરતા તેઓશ્રી હર હંમેશ જાગૃત રહેતા. પૂજયશ્રીની મોટી અવસ્થા હોવા છતાં તેઓ આરામ બહુ ઓછો કરતા. રાત્રે પણ જયારે જોઈએ ત્યારે બેઠા હોય અને પ્રભુસ્મરણ તથા અત્મચિંતનમાં એટલા તલ્લીન હોય કે જાણે ચોથા આરાના નમૂના જોઈ લ્યો !
નાનાં સંતો કે દીક્ષાર્થી ભાઈઓ બહુ વાતચીતમાં પડી જાય તો તરત ટકોર કરે, “ભાઈ ! બહુ વાતો ન કરીએ. અત્યારે તમારી ભણવાની ઉંમર છે, વળી સવારનો સમય રામનો, બાકી હરામનો.” સવારમાં કંઠસ્થ કરી લેવું. બપોરે પછી કાચું હોય તે પાકું કરવું અને રાત્રે શીખેલું ફેરવવું. એમાં આળસ કે પ્રમાદ કરવો નહિ. તમે તો હજી નાના બાળ છો. આવી હિતશિક્ષાઓ આપી આટલી જૈફ વયે પણ સંતોની ઉત્તમ પ્રકારની સારણા-વારણા કરતા.
તેમના અપૂર્વ વાત્સલ્ય અને અભેદ દ્રષ્ટિના કારણે પૂ.શ્રીને ગુરુદેવ શ્રી નવલચન્દ્રજી સ્વામીના શિષ્યો હોવા છતાં પૂ.શ્રીને ગુરુની જેમ માને અને કહેવાય પણ એમ કે પૂ.શ્રી રુપચન્દ્રજી સ્વામીનો સંઘાડો.
'મિથે મટુકે મારૂ માલણ | દશ. અ-૭ સાધક
'થોડું, સારું અને વિચારીને બોલે.
પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી મિતભાષી હતા. તેઓ કાયમ કહેતા કે થોડામાં પતતું હોય તો ઝાઝું ન બોલીએ. તેઓશ્રીનો સ્વભાવ અત્યંત સાધનાલક્ષી હોવાથી ધોંધાટ, ધમાલ કે લોકસંપર્કથી તેઓ દૂર જ રહેતા. તેમની એક જ શિખામણ હતી કે, “ભાઈ ! વગર પ્રયોજને બોલ બોલ ન કરવું, ઊંચે સાદે ન બોલીએ.” શાંતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org