________________
૩૦૪
લખતાં લહિયો નીપજે, પઢતા પંડિત થાય । ચાર-ચાર ગાઉ ચાલતા, લાંબો પંથ કપાય ॥
વિદ્યા અને વિદ્વાનોના ચાહક પૂજ્ય સાહેબ
પૂજ્ય શ્રી ગુલાબ-વીર પરિવારમાં છેલ્લી એક સદીથી સંસ્કૃતના વિદ્વાનોને રોકીને શાસ્ત્રીય પધ્ધતિથી મુનિરાજોને ન્યાય, વ્યાકરણ અને વિવિધ વિષયોનુ જ્ઞાન આપવાનો રિવાજ ચાલ્યો આવે છે. વડીલોના આ સંસ્કાર પૂજ્ય સાહેબે આજીવન જાળવ્યા હતા. તેઓએ પોતે અને વિદ્વાનોની પાસે અભ્યાસ કર્યો હતો. તેથી વિદ્યાપ્રેમ ઘણો હતો.
શ્રી રુપચન્દ્રજી સ્વામી
છેલ્લા ચાતુર્માસમાં પણ પંડિતજી શ્રી રોશનલાલજીને બોલાવી કહેલું કે મારાના નાના સાધુને તમે ભણાવશો? પંડિતજીએ પૂજ્યશ્રીની વાત નિઃસ્વાર્થ ભાવે સ્વીકારી લીધી એ તેમની કૃપાદ્રષ્ટિ સામે જ ભણાવવાનું શરુ કર્યું. કોઈ દર્શનાર્થીઓ આવીને વાતચીત કરવાની કોશિષ કરે તો તેઓ ૯૫ વર્ષની ઉંમરે પણ ધીમેથી કહી દેતા, “ભાઈ ! અભ્યાસી સાધુનો ટાઈમ બગાડીએ નહિ.’’ આવો તેમનો વિદ્યાપ્રેમ હતો, જેથી રુપ-નવલ પરિવારના સાધુઓ સારા તૈયાર થઈ શકતા.
દાદાના દરબારમાં તપનાં તેજ
સંવત ૨૦૩૭માં પૂજ્ય આચાર્યદેવ શ્રી આદિ ઠાણા-૧૧નું ચાતુર્માસ સુરેન્દ્રનગર હતું. કચ્છી નવા વર્ષે અષાઢી બીજના પ્રવેશથી જ તપસ્વી મ. શ્રી રામચન્દ્રજી સ્વામીએ ઉગ્ર તપસ્યાની શરુઆત કરી. પૂજ્ય સાહેબના આશીર્વાદથી પાંચ-પાંચ ઉપવાસના પચ્ચક્ખાણ કરતા. ૭૯ ઉપવાસ પૂજય સાહેબના દીક્ષાપર્યાયને અનુલક્ષીને કર્યા. તેમના પગલે પગલે સંઘમાં પણ તપસ્યાના પૂર આવ્યાં. ૭ માસખમણ, ૧૧ સોળભથ્થા, બાવીશ, અગિયાર નવાઈઓ ઘણી થઈ તથા અઢાઈ ૧૭૫ થઈ જે ઝાલાવાડ અને કચ્છની તવારીખમાં અભૂતપૂર્વ તપશ્ચર્યા હતી તે સર્વ પ્રભાવ પૂજ્ય આચાર્યશ્રીનો હતો.
સુરેન્દ્રનગરના શ્રી સંઘ સુરેન્દ્રનગર, વઢવાણ, જોરાવરનગર એ ત્રણે શહેરોની નવકારશી રાખેલી તેમાં ૩૫ થી ૪૦ હજાર જેટલા સાધર્મિકો બે કલાકમાં શાંતિથી જમી ગયા હતા. સંઘના આગેવાનો તથા આબાલવૃદ્ધ સૌ કહેતા, “બાપજી ભલે બોલતા નથી પરંતુ તેમનો પ્રભાવ અદ્ભુત છે, તેમના અપૂર્વ પ્રભાવ વિના ૪૦ હજાર માણસોનું સફળ ફંકશન પણ થઈ ન શકે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org