________________
આ છે અણગાર અમારા
૩૦૩ તબિયતના ખબર પૂછે, પ્રેમથી માથે હાથ ફેરવે, શાત્ત્વન આપી દવા, પરેજી અંગે ભલામણ કરતા. દિવસમાં કેટલીક વાર પુછયા કરે કે, “અમુકને હવે કેમ છે ? શું વાપર્યું?” અસ્વસ્થ સંત મેડી ઉપર હોય અને ક્યારેક પ્રતિક્રમણ કરવા માટે માંડલામાં ન આવી શક્યા હોય તો કોઈને પણ ખબર ન પડે તેવી રીતે (હાર્ટના પેશન્ટ હોવાથી તથા વૃદ્ધાવસ્થાને કારણે ડૉક્ટરોની દાદરો ચડવાની સખત મનાઈ હોવા છતાં) ઉપર ચડી આવતા અને માથે હાથ રાખી વાત્સલ્યથી ખબર અંતર પૂછે. પરમ પિતામહનો આવો પ્રેમ તથા વાત્સલ્ય મળતાં અસ્વસ્થ સંતને પરમ શાંતિનો અનુભવ થતો તેમ જ પૂ. સાહેબની અમીદ્રષ્ટિ બદલ મસ્તક અહોભાવથી નમી પડતું.
દૂર વિચરતા સાધુ-સાધ્વીજીની અસ્વસ્થ તબિયતના સમાચાર સાંભળીને તેઓશ્રી બેચેન બની જતા અને તરત જ કહેતા કે, “નવચન્દ્રજી સુખસાંતી પૂછાવ્યાનો કાગળ આજે જ લખાવી નાખજે.” જ્યાં સુધી તે સ્થાનેથી કુશળતાના સમાચાર ન આવે ત્યાં સુધી તેઓ ચિંતિત રહેતા અને પુછતા, “સમાચાર આવ્યા? હવે તબિયત કેમ છે?”
નવદિક્ષિત સાધુની સંભાળ પણ એવી જ લેતા. લોચનો પ્રસંગ હોય કે લાંબો વિહાર હોય ત્યારે બધાની હિતચિંતા કરે. પોતે જ સંભાળ લેવા લાગી જાય. નાની ઉંમરના દીક્ષાર્થી હોય કે નાના સંતો હોય તે સૌના પ્રત્યે માતા-પિતા જેવો પ્રેમ અને વાત્સલ્ય વરસાવતા. કોઈની ભુલ માટે ઠપકો આપવો પડે તો તેમની શૈલી નિરાળી જ હતી. એમાં પણ એમનું વાત્સલ્ય દેખાતું. એક અનુભવીએ કહ્યું છે કે, “મહાપુરુષોના ક્રોધમાં પણ પ્રેમ હોય છે.” જ્યારે “અલ્પ પુરુષોના પ્રેમમાં પણ દ્વેષ હોય છે.”
ક્યારેક ખાવા-પીવામાં બેકાળજી રહી હોય અને અવાજ બગડી જાય તો પ્રેમથી સમજાવી, નીચેના બે દુહાણો શીખવતા...
હીંગ મરચુંને આંબલી, સોપારી ને તેલ |
સ્વર સારાનો ખપ હોય તો, પાંચે વાના મેલ || આ દુહા મોઢે કરી લેજે. અવાજ સારો કરવા માટે આ દુહો યાદ કરજે.
દુધ સાકરને એલચી, વરિયારીને દ્રાખી
સ્વર સારાનો ખપ હોય તો, પાંચે વાના રાખ ! અભ્યાસ માટે હંમેશા ટકોર કરીને નીચેનો દુહો શીખવતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org