________________
આ છે અણગાર અમારા
જન્મભૂમિમાં અંતિમ ચાતુર્માસ
સં. ૨૦૩૭ના ચાતુર્માસમાં ભચાઉ સંઘ તથા લાકડિયા સંઘની ચાતુર્માસની વિનંતી આવી ત્યારે પૂજ્ય સાહેબે વિચાર્યું કે કચ્છમાં જઈ પહેલું ચોમાસું તો ભચાઉ જ કરવું છે કારણ કે ભચાઉ જન્મભૂમિ છે અને દીક્ષાભૂમિ પણ છે. તેઓશ્રીના અદ્ભૂત પુણ્યપ્રભાવે એ ચાતુર્માસ પણ અભૂતપૂર્વ હતું. તપ-જપ વગેરેની અપૂર્વ જમાવટ થઈ હતી.
૩૦૫
પૂજ્ય આચાર્ય ભગવંતની ૯૫ વર્ષની ઉંમર હતી. છતાં પાંચે ઈન્દ્રિયો સક્ષમ અને ક્રિયાશીલ છેલ્લે સુધી હતી. આટલી ઉંમરે પણ તેઓશ્રી ચશ્મા વિના વાંચી શકતા તથા ભીંતને ટેકો દીધા વિના એમ જ બેસતા. આવું દ્રશ્ય જોઈ લોકો આશ્ચર્યચકિત થઈ જતા હતા. આટલી મોટી ઉંમર સુધી ઓપરેશન આદિ કરવું પડ્યું ન હતું. પરંતુ સં. ૨૦૩૯ના શિયાળામાં ડાબી આંખે મોતિયો પાકી જતાં સફળ ઓપરેશન થયું હતું અને ત્યાર પછી ખૂબ સંતોષપ્રદ નજર આવી ગઈ હતી.
વિહાર કરવાની વાત કરી, મહાવિહાર કર્યો !!
જિનશાસનને પોતાના નિષ્કલંક ચારિત્રથી સમુજ્જવલ બનાવનાર એ વિરલ વિભૂતી આચાર્યદેવશ્રીનું ૮૧મું ચાતુર્માસ (૨૦૩૯) લાકડિયા મુકામે નક્કી થયું હતું. તે વખતે ઉનાળામાં એક બહેનનો દીક્ષા પ્રસંગ થઈ ગયા પછી ધાર્મિક સંસ્કાર શિક્ષણ શિબીર ચાલી રહી હતી. તેમાં ભાગ લેનાર બાળકોને કૃપાદ્રષ્ટિથી જોઈ પ્રસન્નતા વ્યક્ત કરી હતી. સાંજે શિષ્યો સાથે આહાર-પાણી પણ બરાબર કર્યા.
ચાર વાગ્યે નાના સંતોને કહ્યું, “આવતી કાલે વિહાર કરવો છે.” મુનિરાજોએ સાહેબના સમાધાન માટે કહ્યું, ભલે કાલે જોઈશું. દોઢ કલાક સુધી કૃપાકાંક્ષી સંતો સાથે ખૂબ જ સ્વસ્થતાથી વાતો કરી, હિત શિખામણો આપી. રાત્રે થોડો આરામ કરી ૧ વાગ્યે પાછા ઊઠીને પોતાની આરાધનામાં મગ્ન હતા ત્યારે આચાર્યશ્રી તરફ ભારે ભક્તિભાવ ધારણ કરનાર શ્રી ભાસ્કર મહારાજે કહ્યું, “સાહેબ આરામ કરો. ઘણો સમય થઈ ગયો, બેઠા-બેઠા થાકી જવાય. તેમની વિનંતી સ્વીકારી શાંતિથી નિદ્રાધીન થયા.’
સવારે રાઈય પ્રતિક્રમણ પણ કર્યું. ત્યાર પછી થોડીવાર આરામ કરવા માટે લંબાવ્યું. થોડી જ વારમાં કોઈ પણ જાતની વેદના વિના સમાધિભાવે લગભગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org