________________
આ છે અણગાર અમારા
૨૮૯
(ધન્ય હૈ વહ દેશ જનની ગુરુ પિતા કુલ ધન્ય હૈ ) વિ.સં. ૧૯૪૪, મહાવદિ-૭ના શુભ દિવસે વીંઝઈબાઈએ એક પુત્ર રત્નને જન્મ આપ્યો. કર્મરાજાની સામે જંગ માંડવા માટે તેમનું નામ રણમલ પાડવામાં આવ્યું. પિતાનો પ્રેમ અને માતાનું વાત્સલ્ય હોય પછી બાળકના ઉછેરમાં ખામી ક્યાં આવે? શ્રી તેજસિંહભાઈ તથા વીંઝઈબાઈને અક્ષરજ્ઞાન ન હતું પરંતુ સદ્દગુણો તેમને સ્વભાવ સિદ્ધ હતા. ફુરસદના ટાઈમે સંત-સતીજીનાં દર્શન કરવાં, વ્યાખ્યાન-વાણી વગેરેનો લાભ લેવો, તેમનો સત્સંગ કરવો, સુપાત્ર દાન આપવું, આંગણે આવેલ દીન દુઃખીને યથાશક્તિ આપવું, બધાની સાથે હળીમળીને રહેવું વગેરે અનેક ગુણો તેમના જીવનમાં હતા જેથી તેમનું જીવન બીજા માટે પણ પ્રેરણાદાયી હતું.
વાત્સલ્યમયી માતાની વસમી વિદાય મોટાભાઈ આણંદજી તથા નાની બહેન દેવઈબહેન સાથે નિર્દોષ રમત કરતા રણમલના દિવસો ભારે આનંદપૂર્વક પસાર થતા હતા. પરંતુ કાયમ આનંદ જ હોય તો સંસાર કોને કહેવાય? સુખ-દુ:ખ તો આવ્યા જ કરે છે. તે સંસારના નિયમ પ્રમાણે રણમલકુમાર સાત વર્ષના થયા ત્યારે માતા વીંઝઈબાઈ અચાનક અવસાન પામ્યા. કુમળા છોડ જેવા ત્રણે બાળકોના કલ્પાન્તની કોઈ સીમા ન રહી. શ્રી તેજસિંહભાઈ તથા કુટુંબીજનો પણ શોકગ્રસ્ત બની ગયા. પરંતુ આ આઘાતને સહન કર્યા સિવાય છૂટકો ન હતો.
જે જન્મ્યા છે જગતમાં, તે નક્કી કરનાર
જે ખીલ્યા છે પાંદડા, તે નક્કી ખરનાર // આવી સમજશક્તિથી તેજસિંહભાઈએ મનનું સમાધાન કર્યું. મારા પુત્રોને તેમની માતાની ખોટ ને સાલે તેનાં માટે ઊંડો વિચાર કરી ત્રણે બાળકોને ખૂબ આશ્વાસન આપ્યું તથા પ્રેમથી તેમનું પાલણપોષણ કરવા લાગ્યા.
પુત્રની પરમ પ્રગતિનો વિચાર કરે તે પિતા પુત્રના પરમલોકનો વિચાર કરનાર દીર્ઘદ્રષ્ટા પિતા શ્રી તેજસિંહભાઈ બન્ને પુત્રોને હંમેશા ધર્મની વાતો સમજાવતા. “સંયમ વિના મુક્તિ નથી. આવા સંસ્કારો આપતા. નવકાર મંત્રનો મહિમા સમજાવી હંમેશા નવકાર મહામંત્રનું સ્મરણ કરવા ટકોર કરતા. બન્ને પુત્રો પ્રેમાળ પિતાના સંસ્કાર જીવનમાં ઉતારવા લાગ્યા. “દુઃખનું ઔષધ દહાડા.” એ નિયમ પ્રમાણે જેમ જેમ દિવસો વિતતા ગયા તેમ તેમ દુઃખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org