________________
૨૯૪
શ્રી રુપચન્દ્રજી સ્વામી
વીરજી સ્વામી તથા શતાવધાની પં. શ્રી રત્નચન્દ્રજી સ્વામી આદી ચતુર્વિધ સંઘની હાજરીમાં સવારના ૧૧-૦૦ વાગ્યે પં. મ. શ્રી ઉત્તમચન્દ્રજી સ્વામીએ ‘કરેમિ ભંતે'નો પાઠ ભણાવ્યો અને કવિવર્ય મ. શ્રી વીરજી સ્વામીના પટ્ટશિષ્ય તરીકે જાહેર કર્યા. ગુરુમહારાજે સ્વરૂપની પ્રાપ્તિ કરવા માટે રૂપચન્દ્રજી સ્વામી એવું સરસ નામ આપ્યું.
તે વખેત લીંબડી સંપ્રદાય સોળે કલાએ ખીલ્યો હતો. નવદીક્ષિત મુનિ શ્રી રૂપચન્દ્રજી સ્વામીનો ૫૩મો નંબર હતો. તે વખતે આચાર્યપદે હતા. શાસનપ્રભાવક પૂ. શ્રી દીપચન્દ્રજી સ્વામી. ટૂંક સમયમાં બીજી ત્રણ દીક્ષાઓ થતાં સંપ્રદાયમાં ૫૬ સાધુઓ થયા. તેમાં શાસ્ત્રજ્ઞ, શાસનપ્રભાવક અનેક મુનિઓ હતા. નવદીક્ષિત રૂપચન્દ્રજી સ્વામીની વડી દીક્ષા અંજારમાં થઈ હતી.
प्र. वेयावच्चेणं भंते जीवे किं जणयड़ ? उ. वेयावच्चेणं तित्थयरनामकम्मं निबंधड़ ।
વૈયાવચ્ચ સેવા કરવાથી જીવને શો લાભ થાય છે ? વૈયાવચ્ચ કરવાથી જીવ તીર્થંકર નામ કર્મ બાંધે છે.
વૈયાવચ્ચનો ગુણ પૂ. શ્રી રુપચન્દ્રજી સ્વામીના જીવનમાં સ્વભાવથી જ હતો. દીક્ષિત થયા પછી અભ્યાસની સાથે તેમના ગુરુભગવંતોની સેવામાં ઘણાં વર્ષ પસાર કર્યા હતા. શતાવધાની શ્રી રત્નચન્દ્રજી સ્વામી અભ્યાસ કરતા હતા ત્યારે અને તેઓના ગ્રંથ લેખન અર્ધમાગધી કોષ વગેરેના લેખન કાર્યમાં ચરિત્રનાયક શ્રી વર્ષો સુધી સહાયક રહ્યા હતા તથા તેમની સેવાનો અપૂર્વ લાભ લીધો હતો.
ત્રીસ વર્ષની ઉંમરે એમણે સિધ્ધાંત ચંદ્રિકા વ્યાકરણ વગેરે સંસ્કૃત વ્યાકરણ તથા કાવ્યનો અભ્યાસ કર્યો હતો. તેમના અક્ષર તો મોતીના દાણાં જેવા થતા હતા.
નવકાર મહામંત્રના પ્રભાવથી મરણાંતિક ઉપસર્ગમાંથી ઉગરી ગયા
એક વખત પૂજ્યપાદ શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી, કવિવર્ય ગુરુદેવ શ્રી વીરજી સ્વામી તથા શતાવધાની શ્રી રત્નચન્દ્રજી સ્વામી તથા શાંતમૂર્તિ શ્રી રુપચન્દ્રજી સ્વામી ઠાણા-૪ સો૨ઠ વિસ્તારમાં ચાતુર્માસ અર્થે પધારી રહ્યા હતા. જેતપુરના રસ્તે જતાં વચ્ચે રેલવેનો મોટો પુલ આવ્યો. પુલ ઉપરથી એકદમ સાંકડો હતો. કિનારે ચલાય તેમ ન હતું તેથી વચ્ચે ચાલતા હતા. પુલ ઉપર ચડતા પહેલા આગળ પાછળ નજર કરી લીધેલી ત્યારે ગાડી દેખાઈ નહિ જેથી નવકાર મંત્રનું સ્મરણ કરતા તેઓ સર્વે આગળ વધી રહ્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org