________________
શ્રી રુપચન્દ્રજી સ્વામી
પૂજય આચાર્યજીના શ્રીમુખેથી સેંકડો દંપતીઓ આજીવન ચતુર્થવ્રત સ્વીકારતા. જાણે જૈન શાસનના અનુપમ કાર્યો કરવાં અને જન જનનાં હ્દયમાં પ્રભુનો પૈગામ પહોંચાડવા જ તેઓ પૃથ્વીપટ ૫૨ વિચરીને જૈન જગતને શોભાવતા. તેઓ જ્યાં જ્યાં પધારતા ત્યાં ત્યાં અપૂર્વ શાસન પ્રભાવના થતી.
૨૯૮
પૂજ્ય આચાર્યદેવ શ્રી કરુણાના અવતાર હતા. ઈ.સ. ૧૯૬૫માં ભારત પાકિસ્તાનના ભીષણ યુદ્ધમાં થતી ભયંકર હિંસાથી તેમણે સમાઘોઘા સંઘમાં ચાતુર્માસ વખતે પ્રેરણા કરી કે તાત્કાલિક યુદ્ધ બંધ થાય તે માટે પ્રાર્થનામાં જોડાવું જોઈએ. શ્રી સંઘમાં જમણવાર ન થવું જોઈ. સંઘ દર્શનયાત્રા ન ગોઠવવી જોઈએ.
આવી રીતે જ્યારે યુદ્ધ થાય અથવા કુદરતી પ્રકોપ થાય ત્યારે તેમનું કરુણાસભર હૈયુ દ્રવી ઊઠતું. તેઓશ્રીએ સં. ૨૦૩૧માં એક પ્રેરણાદાયી ફરમાન બહાર પાડેલું કે સંઘો ચાતુર્માસમાં જે રીતે દર્શન કરવા નીકળે છે તેમ કોઈ સંઘે નીકળવું નહિ. વર્તમાન કાળના ગાડરિયા પ્રવાહને અટકાવવા માટેનો તેમનો આ પ્રસ્તાવ તે વખેત આંશિક રીતે પળાયોય ખરો, પરંતુ હાલમાં તે વધતો જાય છે. આવા પ્રવાહને કોઈ શાસનપ્રેમી સંત અટકાવી શકશે ?
વિરહની વેદના છતાં અનુપમ આરાધના
પૂજ્ય આચાર્યદેવશ્રીના ડાબા-જમણા હાથ સમાન તેમના પટ્ટશિષ્ય પંડિત શ્રી કેવલચન્દ્રજી સ્વામી તથા પરમઅંતેવાસી ગીતાર્થ ગુરુદેવ શ્રી નવલચન્દ્રજી સ્વામી અનુક્રમે સં. ૨૦૨૨ માગસર વદ-૧૧ તથા ૨૦૩૪ આસોવદ-૮ના અચાનક સમાધિભાવે સ્વર્ગવાસ પામતા તેઓશ્રીને ભારે આઘાત લાગ્યો હોવા છતાં આધ્યાત્મિક સમતુલા જાળવી રાખી પોતાની આત્મારાધના અનુપમ બનાવી હતી. ભવ્ય જીવોના માટે પોતાનું જીવન ભારે પ્રેરણાદાયી બનાવ્યું હતું.
ગુરુજી અમારા ગુણના ભંડારા
પુણ્યપ્રભાવક પૂજ્ય આચાર્યદેવશ્રીનો પુણ્યપ્રભાવ અદ્ભૂત હતો. તેમનું બાહ્ય વ્યક્તિત્વ જેટલું ભવ્ય અને પ્રભાવશાળી હતું તે કરતાં પણ આંતરિક જીવન વધારે ઉન્નત અને અવર્ણનીય હતું.
કલિકાલ કલ્પવૃક્ષ પૂજ્ય આચાર્ય દેવ
“ભારતભરમાં મુનિવર મોટા” છેલ્લાં કેટલાંક વર્ષોથી પૂ. આચાર્ય શ્રી સમગ્ર જૈન શાસનની પરંપરામાં સૌથી વયોવૃદ્ધ અને દીક્ષાવૃદ્ધ હતા. જેમને ૯૬મું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org