________________
૨૯૬
શ્રી રુપચન્દ્રજી સ્વામી નવલચન્દ્રજી સ્વામી પ્રાર્થના કરતા. પૂજયશ્રી ૯૦ વર્ષ વટાવી ચૂક્યા હતા છતાં કંઠની મધુરતા તો એવીને એવી જ હતી. મંગલાષ્ટક, ભક્તામર, કલ્યાણ મંદિર, કિંકર્પર, વિવિધ સ્તોત્રો, બન્ને ચોવીસી તથા મેરે તો પ્રભુ ચાહિએ, નિત્ય દરિશન પાઉં.
મન પંકજ કે મહેલમેં, આંતરિક ગુણ ગાઉ,
આનંદઘન પ્રભુપાર્શ્વજી, મેં તો ઓર ન ધ્યાઉં. આવાં ભાવવાહી પદો નિયમિત તેઓશ્રી બોલતા. આ પદો સાંભળવા એ પણ જીવનનો એક લ્હાવો હતો. હજારો ભાવિકોને એક જ સલાહ આપતા, પ્રભુસ્મરણ કરજો. નવકાર મંત્રની માળા ગણજો. “શ્રી પાર્શ્વનાથાય નમઃ' એ નામની એક માળા ફેરવવી, આવી શિખામણ તો એમના શ્રી મુખેથી અનેકવાર સાંભળી હતી. એક નાના પુંઠામાં સારા અક્ષરે “શ્રી પાર્શ્વનાથાય નમઃ” લખાવી પોતે બેસતા તેની ઉપર બારીમાં રાખતા. નાનાં બાળકોને એ વંચાવી અને કહે આ નામની એક માળા ફેરવજો. માળા ન હોય તો મારી પાસેથી લઈ જજો.
સં. ૨૦૩૦ના ભરોરા ચાતુર્માસમાં લેખકને સંસારપક્ષે સંબંધ હોવાથી વિશેષ પ્રેમભાવથી કહેલું, “તારે દરરોજ પ્રભુ પાર્શ્વનાથના નામની એક માળા ફેરવવી તથા નવલચન્દ્રજી પાસે સામાયિક-પ્રતિક્રમણ શીખવું, પ્રકાશ ! તું નવલચન્દ્રજીનો ચેલો થજે.” આ શબ્દો એ મહાપુરુષના મોઢે સહજ રીતે બોલાયેલા અક્ષરશઃ સાચા પડ્યા. સદ્ભાગ્યે તે મહાપુરુષના હાથે જ દીક્ષિત થવાનું તથા સતત દશ વર્ષ સુધી તેમના જ સાનિધ્યમાં રહેવાનું તેમ જ તેમની શીતળ છત્રછાયામાં રહીને અભ્યાસ કરવાનું સૌભાગ્ય મળ્યું, અપૂર્વ કૃપા તથા વાત્સલ્ય પ્રાપ્ત થયા. આવા મહાપુરુષનો કૃપામય હાથ ફર્યો તે જ જીવનનું જમા પાસુ છે. આનાથી મોટું સદ્ભાગ્ય કર્યું હોય?
पुरुषस्य भाग्यं देवो न जानाति कुतो मनुष्य ? પુરુષના ભાગ્યને દેવો પણ જાણી નથી શકતા તો મનુષ્ય ક્યાંથી જાણી શકે?
પુણ્યશાળી આત્માનું પુણ્ય જયારે ઉદયમાં આવે છે ત્યારે સ્વ-પર કલ્યાણકારી નીવડે છે. પૂજય શ્રી રુપચન્દ્રજી સ્વામી સં. ૨૦૨૫ના ચૈત્ર વદિ-૯ ના દિવસે લીંબડી સંપ્રદાયની ગાદીએ બિરાજ્યા. દીક્ષિત થતી વખતે જેનો પ૩મો નંબર હતો તે ટોચ ઉપર આવી શકશે આવી કોઈને કલ્પના પણ નહિ હોય પરંતુ ઉપરોક્ત સૂક્તિ પ્રમાણે પુરુષના ભાગ્યને આપણે ક્યાંથી જાણી શકીએ.
સંપ્રદાયના સાધુઓની સંખ્યા ઘટીને અગિયાર પહોંચી ગઈ હતી પરંતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org