________________
આ છે અણગાર અમારા
૨૯૩
સમય આવે સુધરી જશે, ધીમે ધીમે ધીર ગંભીર થશે, શાસનને અજવાળે એવો સાધુ થશે.”
ન
પૂજ્ય સાહેબ શ્રી ગુલાબચન્દ્રજી સ્વામીના શબ્દો રામજીના હૈયામાં કોતરાઈ ગયા. ત્યાં જ સંકલ્પ કર્યો, “હવેથી મારા ગુરુ ભગવંતોને ન ગમે એવું વર્તન હું કદી નહિ કરું.” આ સંકલ્પને એમણે શતાવધાની મ. સાથે ૩૦ વર્ષ, પોતાના ગુરુદેવ કવિવર્ય મ. શ્રી વીરજી સ્વામી સાથે ૪૨ વર્ષ અને પૂજ્ય શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી સાથે ૫૦ વર્ષનાં સાન્નિધ્ય દરમ્યાન ચરિતાર્થ કરી બતાવ્યો !
મહાભિનિષ્ક્રમણની તૈયારી
રામજીભાઈને ગુરુચરણમાં રહી અભ્યાસ કરતાં એક વર્ષ થવા આવ્યું હતું. સામાયિક-પ્રતિક્રમણ, થોકડાં, દશવૈકાલિક સૂત્ર અને લખતાં-વાંચતાં શીખી લીધું હતું. દીક્ષા આપવા માટે પૂજ્યશ્રી વિચારવા લાગ્યા. ભોરાનું ચાતુર્માસ પૂર્ણ કરી, માંડવી બાજુ શેષકાળ વિચરી ભોરારામાં એક ભાઈ તથા બે બહેનોની દીક્ષા સાથે રામજીને દીક્ષા લેવાનું વિચારતા હતા, ત્યાં પંડિતરત્ન શ્રી ઉત્તમચન્દ્રજી સ્વામી રણ ઊતરી ઝાલાવાડ પધારતા હોવાથી તેમને વળોટાવવા માટે ભચાઉ પધારવા તેમ જ રામજીની દીક્ષા ભોરારા હોઈ એમના કુટુંબ સાથે કુટુંબ મેળો કરાવી આવવાનો નિર્ણય કરતાં, બધા ઠાણા ભચાઉ પધાર્યા.
ભચાઉ સંઘના અગ્રેસરો સાથે ભોરારા સંઘમાં ત્રણ દીક્ષા સાથે રામજીની દીક્ષા સંબંધી વાતચીત થઈ. તે વખતે ભચાઉનો સંઘ આર્થિક રીતે શક્તિશાળી ન હતો. એટલે ત્રણ દીક્ષા સાથે રામજીની દીક્ષા થઈ જાય તેમ ભોરારા સંઘની પણ જોરદાર વિનંતિ હતી. આ વાત સંઘને સમજાવવા પૂજ્યશ્રીએ પ્રયત્ન કર્યો પરંતુ શ્રી સંઘે ગમે તેટલો ખર્ચ થાય છતાં દીક્ષા પોતાના આંગણે જ ઊજવવા ભાવભરી વિનંતી કરી કારણ કે ભચાઉમાં છેલ્લાં ૪૦ વર્ષ પછી આ દીક્ષા થવાની હતી.
બધાની ભલી લાગણી અને ભાવનાથી છેવટે ગામની દીક્ષા ગામમાં જ કરવાનું નક્કી થયું. દીક્ષાનો મંગલ દિવસ સં. ૧૯૫૯. ફાગણ સુદિ-૩ નક્કી કરવામાં આવ્યો. પૂજ્યશ્રીએ તથા ભચાઉના શ્રી સંઘે શાસ્ત્રવિશારદ પં. શ્રી ઉત્તમચન્દ્રજી સ્વામીને દીક્ષા સુધી સ્થિરતા કરવા વિનંતી કરી. તેમણે તે સ્વીકારી જેથી આનંદમાં વૃદ્ધિ થઈ.
૪૦ વર્ષના લાંબા ગાળા પછી દીક્ષા પ્રસંગ હોવાથી નવી પેઢીના માટે તો પ્રથમ પ્રસંગ જેવું હતું. ઘર-ઘર ઉત્સાહ દેખાઈ રહ્યો હતો. આગમવિશારદ ૫. શ્રી ઉત્તમચન્દ્રજી સ્વામી, પૂ. શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી, કવિવર્ય ગુરુદેવ શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org