________________
૨૯૨
શ્રી રુપચન્દ્રજી સ્વામી રામજી” નામ રાખ્યું.
ચૌદ વર્ષના રામજીએ કવિવર્ય ગુરુમહારાજ શ્રી વીરજી સ્વામી પાસે દિવસે અક્ષરજ્ઞાન અને રાત્રે સામાયિક-પ્રતિક્રમણ શીખવાનું શરુ કર્યું. સંસારભાવની લહેર જેને અંશમાત્ર સ્પર્શી ન હતી, કોરી પાટી જેવા આ બાળકના માનસપટ ઉપર ગુરુભગવંતોએ ત્યાગ-વૈરાગ્યનાં ચિત્રો આલેખવા માંડ્યા. - પૂજયપાદ શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી આદિ ત્રણે સંતો વિચરતાં વિચરતાં એ સાલનું (૧૯૫૮) ચાતુર્માસ કરવા માટે પોતાની જન્મભૂમિ ભોરારામાં પધાર્યા. રામજીભાઈ સાથે જ હતા. ત્યાં ભોરારાના જ વતની શ્રી ઉકેડાભાઈને સંયમ લેવાની ભાવના જાગી તેથી તેઓ પણ રામજીભાઈની સાથે ધાર્મિક અભ્યાસ કરવા લાગ્યા. “એક કરતાં બે ભલા' એ કહેવત પ્રમાણે બન્ને દીક્ષાર્થી ગુરુબંધુઓ પ્રેમથી રહેતા અને ખંતપૂર્વક અભ્યાસમાં આગળ વધવા લાગ્યા.
- અઈમુત્તા મુનિની જેમ રમત કરતા ગંભીરતા ગુણ લાધ્યો. સં. ૧૯૫૮ના એ ચાતુર્માસમાં રામજી જમવા માટે ભાવિક શ્રાવકોના ઘરે જાય. એક વખત બપોરે જમીને સ્થાનકે આવ્યો. નીચે ત્રણે ગુરુદેવો આહાર કરતા હતા. વ્યાખ્યાન હૉલનું બારણું બંધ હતું. બહારના પ્રવેશદ્વારથી અંદર આવી આંગણામાંથી ઉપર જવાનું હતું. રામજી ઉપર ગયો. એની નજર જૂની ઢબની લાકડાની મેડી ઉપર દીવાલના કિનારે ધાબામાં દેખાતી તિરાડ ઉપર ગઈ. એના હાથમાં પાણીનો લોટો હતો, જરા રમત કરવાનું મન થયું. “આ પાણી ક્યાં જાય છે જોઉં તો ખરો. આમ વિચારીને પાણી રેડવા માંડ્યું સરર..... કરતા પાણી નીચે ઊતરી ગયું એ પાણી શતાવધાની શ્રી રત્નચન્દ્રજી મ. ઉપર પડ્યું. તેઓ ચોંકી ઊઠ્યા, “અરે કેવો તોફાની, રામ ! આ શું કરે છે ?” આહાર-પાણી થઈ જતાં રામજીને નીચે બોલાવીને તેની હાજરીમાં પંડિત શ્રી રત્નચન્દ્રજી મહારાજે પૂજ્યશ્રીને સંબોધીને કહ્યું, (રામજીને બીક બતાવવા માટે) “સાહેબ ! આ છોકરો આપણા કામનો નથી, એને રજા દઈ ઘો. આવી ચંચળતા ન ચાલે. એ શું દીક્ષા લેશે ?”
રામજી આ શબ્દો સાંભળી ગભરાયો. તેને પ્રાસકો પડ્યો : મને દીક્ષા નહિ આપે તો, એ વિચારે રડવા માંડ્યો. રડતાં રડતાં માથું પૂજયશ્રીના ખોળામાં મૂક્યું અને ક્ષમા યાચી. ગુરુદેવે ઠપકો આપ્યો. સાથે શતાવધાની મહારાજને કહ્યું, “આ તો હજી બાળક કહેવાય. ૧૪ વર્ષની નાની ઉંમરે એટલે આવી રમત સૂઝે. એના જેવડા તું અને હું હતા ત્યારે એવા જ હતા, એ બાલક્રીડા ક્યાં સુધી ટકવાની ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org