________________
આ છે અણગાર અમારા
૨૯૧ આનંદનું મોજુ ફરી વળ્યું. વિવિધ ધર્માનુષ્ઠાનો થવા લાગ્યા.
ધર્માનુરાગી તેજસિંહભાઈ બન્ને પુત્રોને લઈ ગુરુમહારાજ પાસે આવ્યા. પૂર્વના કોઈ ઋણાનુબંધના કારણે એકબીજાને અપૂર્વ આનંદ થયો. વિધિપૂર્વક વંદના કરી ત્રણે જણ ગુરુમહારાજની સન્મુખ બેસી ગયા. ઔપચારિક વાતચીત કર્યા પછી તેજસિંહભાઈએ કહ્યું, “આ બન્ને દીકરામાં મારાથી બનતા ધર્મના સંસ્કાર રેડ્યા છે. એમનાં માતુશ્રીના અચાનક અવસાન પછી અવાર-નવાર સંસારની અસારતા સમજાવી છે. બેમાંથી જેને દીક્ષા લેવાની ભાવના થાય, તેને છુટ છે.” આ સાંભળી પૂજયશ્રીએ કહ્યું, “નિયમિત ધાર્મિક અભ્યાસ કરવા આવજો.” તેજસિહભાઈને કહ્યું, “તમારી ભાવના જરુર પરિપૂર્ણ થશે.”
પારસમેં ઔર સંતમેં, બડા અંતરા જાની
વો લોહા કંચન કરે, વો કરે આપ સમાન | પારસમણિ અને સંતમાં ઘણો ફરક છે. કારણ કે પારસમણિ લોઢાને સોનું બનાવે છે જયારે સંત સંસારીને પોતાના જેવા સંત બનાવી દે છે. આ દુહો અક્ષરશઃ સત્ય સાબિત થશે તે આગળ વાંચવાથી ખ્યાલ આવશે.
બન્ને ભાઈઓ નિયમિત ગુરુમહારાજની પાસે આવવા લાગ્યા. ગુરુ મહારાજના સત્સંગથી બન્ને ભાઈઓને સંયમ લેવાની ભાવના જાગી પણ પિતાજીની સેવા માટે એક તો રહેવું જ જોઈએ. બન્ને વચ્ચે સંવાદ થયો પરંતુ તેમાં આખરે રણમલનો વિજય થયો. કર્મોની સામે મોરચો માંડવા રણમલે અત્યારથી જ પોતાના નામને સાર્થક કરભા માંડ્યું.
રણમલને દીક્ષાની ભાવના જાગી છે તે વાત જાણી તેજસિંહભાઈના આનંદની કોઈ સીમા ન રહી. સંઘના આગેવાનો પણ હર્ષ વ્યક્ત કરી પૂજયશ્રી ગુલાબચન્દ્રજી સ્વામીને કહ્યું, “આ બાળક ખાનદાન કુટુંબનો છે, સંસ્કાર ઊંચા છે, શાસન દીપાવશે. આપ પ્રેમથી એને ભણાવો.”
જા, સંયમ પંથે દીક્ષાર્થી, તારો પંથ સદા ઉજમાળ બને. સંઘના આશીર્વાદ મળ્યા. પિતાજી તથા વડીલોના આશીર્વાદ લઈ રણમલકુમાર ગુરુ મહારાજની સાથે ભણવા નીકળ્યા, ગુરુની કૃપા હોય અને શિષ્યની પાત્રતા હોય પછી ખામી ક્યાંથી રહે. રણમલકુમારે નિશાળ જોઈ ન હતી તેથી અક્ષરજ્ઞાન ન હતું. પરંતુ જ્ઞાન મેળવવાની જિજ્ઞાસા અપાર હતી. જિજ્ઞાસા એ જ જ્ઞાનની જનની છે. રણમલને જીવન સંગ્રામમાં કર્મ લશ્કર સામે ઝઝુમવાનું હતું, “આત્મારામ'ને તૈયાર કરવાનો હતો તેથી ગુરુદેવે ગુણનિષ્પન્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org