________________
આ છે અણગાર અમારા
૨૮૭
છે, માટે નિવૃત્તિ તરફ થોડું ધ્યાન વધારે આપવું જોઈએ.” લાલજીભાઈ કહે, “ઈચ્છા તો છે પણ પ્લેનની ટિકિટ લેવાઈ ગઈ છે.” મ. શ્રી કહે, “એમાં શુ ? એતો બદલી શકાય અને મને કુદરતી રીતે એમ લાગે છે કે તમે આજે તો રોકાઈ
જાઓ. આજના પ્લેનમાં તો જાઓ જ નહિ.’’
લાલજીભાઈ મ.શ્રીના શબ્દોમાં આત્મીયતા લાગી, એટલે રોકાઈ ગયા. તેમને બહુ આનંદ આવ્યો. પ્રવચન અને સત્સંગનો સ્વાદ દાઢે રહી ગયો, અધુરામાં પુરું બે-ત્રણ દિવસે જ છાપામાં વાંચવા મળ્યું, “જે પ્લેનમાં જવાનું હતું તેને અકસ્માત નડ્યો.” આથી લાલજીભાઈની શ્રદ્ધા ખૂબ વધી ગઈ.
ગુરુસેવાનો અમૂલ્ય લાભ
કવિરાજ શ્રી નાનચન્દ્રજી સ્વામીના પટ્ટશિષ્ય પૂજ્ય શ્રી ચુનીલાલજી મ. પોતાના ગુરુદેવમાં રામમાં હનુમાનની જેમ, શેલક રાજર્ષિમાં પંથકની જેમ ઓતપ્રોત બની ગયા હતા. તેમણે પોતાનું જીવન એટલી હદે ગુરુમય બનાવ્યું હતું કે ગુરુદેવ ગમે ત્યાં બેઠા હોય, ગમે તેવા અગત્યના કામમાં હોય પણ એમનું ચિત્ત તો ગુરુદેવમાં, ગુરુમહારાજની પથારીમાં, અરે ! પગમાંય જરા રજ લાગી હોય તો તેઓ તરત લૂછી નાખતા. સૌ એકી અવાજે કબૂલતા, “ગુરુદેવ પોતાના ગુરુદેવની જે એક નિષ્ઠાથી સેવા-ભક્તિ કરી છે, તેની જ પૂજ્ય ચુનીલાલજી મ. પુનરાવૃત્તિ છે.” “કરીએ તેવું પામીએ રે.’
ચરિત્રનાયકશ્રીના બીજા તેજસ્વી શિષ્ય શ્રી સંતબાલજી લખે છે કે, “શરુઆતમાં પૂ. ચુનીલાલજી સ્વામી અને હું અભ્યાસમાં સાથે જ રહ્યા પરંતુ ન્યાયની શરૂઆત પછી અભ્યાસમાં હું આગળ ચાલ્યો. ગુરુસેવામાં તેઓ ઘણા આગળ નીકળી ગયા. મેં એમ માન્યું. ‘ગુરુદયા તો છે જ, પછી ગુરુસેવા પ્રત્યક્ષ ઓછી થાય તો શું ? એક અર્થમાં અભ્યાસ પણ ગુરુસેવા જ છે ને ! ખરી રીતે આ ઉણપ હતી, જે આજે સમજાય છે, એ રીતે પૂ. ચુનીલાલજી મહારાજ ખાટી ગયા છે.’
772
સાચા અર્થમાં વિરાજ
કવિરાજ શ્રી નાનચન્દ્રજી સ્વામીએ ૪૦૦થી વધારે મૌલિક પદોની રચના કરેલ છે. તે બધાં પદો સુબોધ સંગીતમાલા ભાગ ૧-૨-૩, ભજનપદ પુષ્પિકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org