________________
૨૮૬
શ્રી નાનચન્દ્રજી સ્વામી
અજાણ્યા કેમ હોય ? કાઠિયાવાડ રાજકીય પરિષદ્ અને યુવક પરિષદોમાં તેમના પ્રવચનો ગાંધીજીની હાજરીમાં જ રખાયેલા.
ગાંધીજીને આવા સંતના દર્શનથી આ ત્યાગીઓના મુલક ભારત પરની આશા સફળ થતી દેખાઈ. આમ તિથલમાં મહાત્મા ગાંધીજી અને ચરિત્રનાયક શ્રી દ૨૨ોજ મળે. ખૂબ વાર્તાલાપ થાય. ગોચરીનો આગ્રહ કરે, જાતે વહોરાવે. જૈન સાધુવર્ગ પ્રત્યે માતા પુતળીબાઈની શ્રદ્ધા, વિલાયત જતાં પહેલા જૈન સાધુ બેચરજી સ્વામી પાસે લીધેલી ત્રણ પ્રતિજ્ઞાઓ, જૈન શ્રમણોપાસક શ્રીમદ રાજચન્દ્ર તરફથી મળેલી શિક્ષા-દીક્ષા વગેરે એક પછી એક દશ્યો ગાંધીજીને પ્રત્યક્ષ થાય તેવો અપૂર્વ યોગ હતો. મહારાજશ્રીને પણ બહુ સંતોષ થયો.
ત્યાર પછી સંવત ૧૯૯૩, વૈશાખ સુદિ-૬ને શનિવારના દિવસે તિથલમાં જ ગાંધીજી, સરદાર પટેલ, કિશોરલાલ મશરુવાળા વગેરે રાષ્ટ્રનેતાઓ આવ્યા હતા. સવાર-સાંજ દરિયા કાંઠે ફરતી વખતે વિવિધ વિષયો પર ‘સર્વજન હિતાય’ એવો સુમધુર વાર્તાલાપ ગાંધીજી સાથે થયો હતો.
ધરમપુરમાં ચાતુર્માસ
સંવત ૧૯૯૩ની સાલનું ચાતુર્માસ ધરમપુરના મહારાજ તથા ત્યાંના અમલદાર શ્રાવકોની વિનંતીને માન આપી ત્યાં કર્યુ. તે વખતે રાજ્યનો અને આમ પ્રજાનો ઉત્સાહ ઘણો હતો. ચાતુર્માસની બધી વ્યવસ્થા રાજ્ય તરફથી થયેલી. રાત્રે પ્રાર્થના – પ્રવચન અને દિવસના પ્રવચન વખતે સભામંડપ ભરચક રહેતો. મહારાજ અને મહારાણી પણ પ્રસંગે પ્રસંગે પ્રવચનમાં હાજરી આપી રસપૂર્વક લાભ લેતા. બધાને ખૂબ જ સંતોષ થયો. અપૂર્વ આનંદ અને ઉલ્લાસપૂર્વક ચાતુર્માસ પૂર્ણ થયું.
-
સહજ બોલાયેલાં વચન સાચાં પડ્યાં.
ચોટીલાના વતની અને મુંબઈમાં કાપડનો વ્યાપાર કરતા ખોજા ગૃહસ્થ લાલજીભાઈએ પ્લેનની ટિકિટ લઈ રાખેલી. જે દિવસે રાજકોટથી વિમાનમાં ઉપડી જવાના હતા તે દિવસે જ મહારાજ સાહેબના દર્શન કરવા ગયા. લોકમુખે સાંભળ્યું હતું, ‘એક સર્વ ધર્મમાં માનનાર સંત જેવા જૈન સંતનું ચોમાસું ચોટીલામાં જ છે, તો દર્શન કાં ન કરું ? દર્શન કરતાં જ તેઓ આકર્ષાયા, પ્રવચન સાંભળવાની ઈચ્છા થઈ પણ પ્લેન ઉપડી જાય તેનું શું ?’
મહારાજ સાહેબે સહજભાવે સામેથી કહ્યું, “ગૃહસ્થાશ્રમીને પ્રવૃત્તિ સહજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org