________________
૨૮૪
શ્રી નાનચન્દ્રજી સ્વામી
જો આ ગુજરાત નથી વળી ગરીબી અને ગેરસમજ હોય ત્યાં અનાદર થાય તેમાં નવાઈ નથી. ભગવાન મહાવીરના અનાર્ય પ્રદેશ બિહારની વાત યાદ છે ને ? • આ લોકોની તો કેવી ભક્તિ છે કે ભિક્ષુને ક્ષુધાપૂર્તિ થઈ ગઈ. પછી બીજુ જોઈએ શું ? પાત્રા ફૂટ્યાં પણ શરીર સલામત રહ્યું છે ને ? કશી ચિંતા ન કરીશ.” મુનિ શ્રી તો અતિ ગરમીમાં શીતલ શીતલ બની ગયા. આ ભિક્ષુમા રહેલી અમીરાતના દર્શન કેવા સુખદ છે. આવા પ્રસંગે “મન લાગો મેરો યાર ફકીરીમે” આ કબીર સાહેબનું પદ યાદ આવ્યા વિના ન રહે. વિહારમાં ઘણા આવા અનુભવો થાય પરંતુ ચરિત્રનાયક શ્રી શિષ્યોને પ્રેરણાદાયી પ્રસંગો તથા કથાઓ કહી તેમના જીવનનું ઘડતર કરતા.
અવળી ગંગાને સીધી કરી
વર્ષો પહેલાનો એક પ્રસંગ છે. એક વખત લીંબડીના ચોમાસામાં એમણે કાનોકાન સાંભળ્યું, “ઢૂંઢિયા ઢેઢ થકી ભૂંડા રે’’ વગેરે..... ઝાંઝ પખાલ વગાડતા દેરાવાસી ભાઈઓ ઉપાશ્રય પાસેથી નીકળે અને ઉપલાં જુગુપ્સાપાત્ર ગીતો ગાતાં જાય. સાંભળતા જ ઉપાશ્રયમાંથી સ્થાનકવાસી લાકડીઓ લઈને છુટે. પછી થાય ધીંગાણું. બન્ને સંઘના માથાં ફૂટે એટલે ઉપાશ્રય આગળ પોલિસ રહે.
મુનિરાજ શ્રી નાનચન્દ્રજી સ્વામી વિચાર કરે, “ધર્મનું રક્ષણ રાજ્ય કરે કે રાજ્ય સિદ્ધાંતચ્યુત ન થાય તેની રક્ષા ધર્મ કરે ?’’ આતો અવળી ગંગા. એક વખત રાજ્યના અમલદારો અને બે ય ફિરકાના જૈન આગેવાનોને બોલાવી મહારાજ શ્રીએ સ્થાનકવાસી ભાઈઓને કહ્યું, “તમારે આ ગીતો સાંભળી લેવાના છે, કારણ કે તેઓ તમારા ધર્મબંધુઓ છે. તેમની ગાળ તમારે ઘીની નાળ હોવી જોઈએ. રાજ્યને કહ્યું, અમે અમારું ફોડી લઈશું. તમારે વચ્ચે આવવાની જરુર નથી.” શ્વેતામ્બર મૂર્તિપૂજકો શરમાયા અને માફી માગી.
ધરમપુરના રાજાને પ્રતિબોધ પમાડ્યો.
બીજા વખત શિષ્ય પરિવાર સાથે મુંબઈ તરફ પ્રયાણ કરતા વચ્ચે ધરમપુર પધારવાનું થયું. લોકોમાં ઉત્સાહ ઘણો હતો. રાજ્યના અતિથિગૃહમાં ઉતારો હતો. મહારાજા પોતે સંસ્કારી હતા એટલે યોગ્ય વિનય, શિષ્ટાચાર જાળવી હંમેશા કુટુંબ અને આમ પ્રજામાં સારો સદ્ભાવ જાગ્યો. મહારાજા પોતે સંગીતના અત્યંત શોખીન હતા એટલે પોતાના શોખને લીધે પૂ.શ્રીના ગીતો આનંદથી સાંભળતા. મહારાજા શિકારના તથા સફરના પણ ભારે શોખીન. આ બધી પરિસ્થિતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org