________________
આ છે અણગાર અમારા
૨૮૩
આપવા નહીં દઉં.”
આ રાજ્ય ગાંઠ છૂટી ગઈ. જેણે ડાઘ લગાડ્યો હતો તેણે જ લૂછી નાખ્યો. આથી વિશેષ આનંદ શ્રી સંઘ માટે શો હોઈ શકે ? સત્તા પર શાણપણ સહિતનું શ્રમણપણું જીતી ગયું.
ખૂબ ઉત્સાહપૂર્વક શિવલાલભાઈની દીક્ષા થઈ અને તેમનું નામ સૌભાગ્યચંદ મુનિ (સંતબાલ) આપ્યું. તે સાલનું ચોમાસુ પણ મોરબી હતું. ઐતિહાસિક સાધુ સંમેલનમાં ઝળક્યા !
સં. ૧૯૮૯ની સાલમાં અજમેર સાધુ સંમેલનમાં જવાનું હતું. દરેક સંપ્રદાયને ફાળે ચાર પ્રતિનિધિઓ મોકલવાના હતા તેમાં (૧) શામજી સ્વામી, (૨) શ. રત્નચન્દ્રજી સ્વામી, (૩) ક. નાનચન્દ્રજી સ્વામી (૪) સૌભાગ્ય મુનિ નક્કી થયા. લીંબડી થઈને અજમેર પધાર્યા. ત્યાં શતાવધાની મ. ની જેમ નાનચન્દ્રજી મ. પણ સારા ઝળક્યા હતા. તેમણે ત્રેવડી કાર્યવાહી ઉપાડેલી (૧) જે મોટો સમૂહ સાધુ-સાધ્વીઓ રોકવાને કારણે બહાર રહેલો તેને ઉપદેશ દેવાનો (૨) સાધુ સંમેલનની કાર્યવાહીમાં ધ્યાન આપવાનું (૩) યુવાન પેઢીને માર્ગદર્શન આપવાનું.
- પૂ. કવિવર્ય ઉપાધ્યાય શ્રી અમરચંદજી મહારાજે પોતાના ગર શ્રી પૃથ્વીચંદ્રજી મ. ને કહેલું, “આ કવિવર્ય પં. મહારાજ સંપ્રદાયમાં રહેલું બિનસાંપ્રદાયિક રત્ન છે. તે સાલનું ચોમાસું આગ્રામાં કર્યું.”
આગ્રા ચાતુર્માસમાં ઘણો સંતોષ થયો. ત્યાં થોડી ઉર્દુ ભાષા શીખ્યા. અવધાનો કર્યા. તાજ મહેલ જોયો. રાધા સ્વામી દયાલ બાગ સંસ્થાની મુલાકાત લીધી. ત્યાં પ્રવચન રાખેલું, ત્યાં ઉર્દૂ મિશ્રિત હિન્દીમાં અલૌકિક પ્રવચન આપ્યું. એક વાર બોલનાર અને સાંભળનારનો આત્મા એકરુપ થઈ ગયો. એક મહાકવિએ કહ્યું છે, વાવમર્થોનવર્તિત સહજ વાણીની પાછળ અર્થ અને ભાવો આપમેળે ચાલ્યા આવે છે.
- શાંતિ માટે સદ્ગુરુનું શરણું લીધું રે.. એક વખત સંતબાલજી ગોચરી ગયા હતા. તે અજમેર અને જયપુર વચ્ચેનું ગામડું હશે. ભારે ગરીબ પ્રજા, એક જગ્યાએ તો “આવા સાધુડા આવે વખતે ક્યાંથી હાલી નીકળ્યા છે ?' એવો કડવો અનુભવ થયો. પણ પછીથી બે-ચાર ઘરેથી સૂકાં રોટી ટૂકડા અને છાશ મળ્યા પણ બે પાત્રા ભાંગી ગયા હતા. મુનિશ્રીના મનમાં ભય હતો કે “ગુરુદેવ ઠપકો આપશે તો?” પણ તેઓએ તો સામેથી કહ્યું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org