________________
આ છે અણગાર અમારા
૨૮૧ ગુરુભાઈઓ જ હતાં. બન્ને બિદડાના સગાભાઈઓ (૧) શ્રી સુંદરજી સ્વામી (૨) શ્રી રાયચંદજી સ્વામી. તેઓએ પ્રેમથી કહ્યું, “નાનચન્દ્રજી ! હવે તમે ખુશીથી થોડું ફરી આવો. તમારી શક્તિનો વિશાળ સમાજમાં ઉપયોગ થવો જોઈએ. અમે વૃદ્ધ છીએ. શાંતિથી ગાદીના ગામમાં રહેશું. ત્યારપછી પણ થોડો કાળ એ મુનિવરો સાથે ઝાલાવાડમાં વિચર્યા.
એક વખત તેઓ શ્રી સાયલા પધાર્યા. તે સમયે સાયલાના ઉપાશ્રયમાં એકાંતવાસ માટે ભોયરા જેવા એક રૂમની વ્યવસ્થા હતી. પાસે આંબલીનું તોતીંગ વૃક્ષ હતું. મુનિશ્રીને સાધના કરવાનું મન થયું. અટ્ટમના પચ્ચખાણ કરી ભોંયરામાં બેસી ગયા. શિયાળાના દિવસો અને ભેજ હોવાથી આખું અંગ જકડાઈ ગયું. એમાંથી એવું ‘વાનું દર્દ થયું કે અનેક ઉપચારો છતાં જિંદગી લગી રહ્યું અને તેથી નવું લોહી બંધ થવાથી ઉંમર થતાં અમુક સમયે ડોલીનો ઉપયોગ કરવો પડ્યો. શરીર ખૂબ ખડતલ અને સુશોભિત પણ વાનો વ્યાધિ રહી ગયો તે રહી ગયો પરંતુ સર્વોત્તમ બોધ આપી ગયો.
મુનિ શ્રી હર્ષચન્દ્રજી સાથે કવિવર્ય શ્રી નાનચન્દ્રજી સ્વામી સુરત પધાર્યા. આ સમાચાર મુંબઈવાસી સ્થાનકવાસી ભાઈઓને મળતાં તેઓ સુરત આવ્યા. સં. ૧૯૮૨ની સાલ હતી. પૂ. નાનચન્દ્રજી મ. કહ્યું, “મારા બે દીક્ષાવૃદ્ધ ગુરુભાઈઓને હું લીંબડી છોડીને આવ્યો છું.” મુંબઈ સંઘ લીંબડી પહોંચ્યો. બન્ને મુનિવરોને ડોળીમાં લઈ જવાની ભાવના દર્શાવી પણ મુનિઓએ તેમ કરવાની અનિચ્છા દર્શાવી, પરંતુ નાનચન્દ્રજી મ. ને મુંબઈ જવાની આજ્ઞા આપી. તેઓ ઠાણા-૨ મુંબઈ પહોચ્યા.
ઘાટકોપર ચોમાસું કરવાનો નિર્ણય લીધો. જગજીવનભાઈ દયાળજી વાડીમાં ચાતુર્માસ માટે વિચાર્યું. મુંબઈનું ચોમાસું એટલે વરસાદની રમઝટ છતાં મુંબઈના જૈનો વારંવાર ઘાટકોપર આવ જા કરતા. એ જ વાડીમાં એક ભક્તયોગી આવ જા કરતા. કેટલીક વાર મહિના સુધી રહી જતા. તેમને પણ આ જૈન સાધુમાં રસ જાગ્યો તેથી તે વાડી અને આસપાસ રહેતાં જૈનેતરોની ઉંડી શ્રદ્ધા જામી.
'ગુરુભક્ત શિષ્યોની પ્રાપ્તિ
તે જ ચાતુર્માસમાં તેમના પ્રવચનોમાં મધ્ય મુંબઈથી ચુનીલાલ ભાઈ પણ આવતા. તેઓ ગાંધી વિચારના રંગે રંગાયેલા અવિવાહિત હતા. તેમને પૂ. મ. શ્રી ની પ્રવચનધારા સાંભળતાં જ નવી દષ્ટિનો સંચાર થયો. એટલે વધુ પરિચય કરવા માટે તેમની સાથે રહેવાની ત્યારથી જ લગની લાગી ગઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org