________________
આ છે અણગાર અમારા
૨૮૫ જાણી લીધા પછી ચરિત્રનાયકશ્રીએ મહારાજાને “મૃગયા' શિકારનો અર્થ સમજાવ્યો કે મૃગ પાછળ દોડવું, આટલો જ એનો સીધો અર્થ છે. ક્ષતાનિ ત્રાય તિ ક્ષત્રિયઃ જે દુઃખી ઘાયલ થયેલા હોય તેનું રક્ષણ કરવું, તેને બચાવવો એ ક્ષત્રિયનો ધર્મ છે. જીવતા નિર્દોષ પ્રાણીને મારી નાખવું એમાં મરદાનગી કઈ છે?
આમ યુક્તિપૂર્વક મહારાજાને રાજધર્મની પણ સમજ આપી. મહારાજ પ્રથમ મ. શ્રીના સંગીતથી આકર્ષાયેલા પણ પછીથી જેમ સત્સંગ કરતા ગયા તેમ તેમના અનુરાગી બન્યા અને ક્રમશઃ શિકાર છોડવાનું તેમણે શરુ કર્યું.
ઉંચ-નીચના ભેદ નહિ જ્યાં
ધરમપુરના એ યાદગાર દિવસો દરમ્યાન સામાન્ય છતાં ધ્યાન ખેંચે એવો પ્રસંગ બની ગયો. રાજવીની સંગીત મંડળીમાં તેઓના કાકા “બીન બનાવવામાં ઉસ્તાદ હતા. ભડાઈ દોસ્ત મહમદ ત્યારે યુવાન ગયો. તે કાકાના ચેલા તરીકે શીખે. ગળુ ઘણુ તૈયાર. એક વખત મહારાજ સાહેબના સ્થાનની નજીક જ સંગીતનો કાર્યક્રમ હતો. આગેવાન શ્રાવકો જેઓ ઉચ્ચ પાયરીના અમલદારો હતા તેમણે મ.શ્રીને સંગીત નિહાળવા ભાવભરી વિનંતી કરી.
કવિરાજ નાનચન્દ્રજી સ્વામી જેવા ત્યાં પહોંચ્યા કે તેમના લીધે બીજા અનેક જણ ત્યાં દાખલ થઈ ગયા. રાજની અદબ ત્યાં રહી નહિ. તેવામાં એક ગરીબ સોનીપુત્રને કોઈ અમલદારે ટોક્યા, “અહીં શો લાડવો ખાવાનો છે ? જાઓ, ભાગી જાઓ.” હર્ષચન્દ્રજી મ. તે શબ્દો કાનોકાન સાંભળ્યા અને મ.શ્રીનું લક્ષ્ય ખેંચ્યું પછી તો પૂછવું જ શું? પૂ. શ્રી ઉઠીને ઊભા થઈ ગયા. અરે ગુરુદેવ ! આ શું? એમ આગલી હરોળનો બધો વર્ગ ચોંકી ઊઠ્યો. ધરમપુરના રાજાએ અમલદારને તરત ઈશારો કર્યો. સન્માનપૂર્વક એ સોનીપુત્રને પાછો બોલાવી બેસાડ્યો, અને અમલદારોએ દિલગીરી દર્શાવી.
ગાંધીજીની સાથે મધુર મિલન હરિપુરા મહાસભામાં કવિવર્ય મ. શ્રી નાનચન્દ્રજી સ્વામી પધાર્યા હતા. ત્યાં ગાંધીજીને પહેલીવાર જોયા. ત્યાર પછી તેઓ તિથલ સમુદ્ર કિનારે પધાર્યા. ગાંધીજી પણ તેવામાં ત્યાં બન્ને ધર્મનેતા અને રાષ્ટ્રનેતા સવારમાં સમુદ્રકાંઠે ફરવા નીકળે. મ. શ્રીને જોઈ મહાત્મા ગાંધી બહુ રાજી થયા અને પોતાના સાથીઓથી છૂટા પડી દોડ્યા, “અહો ! તમે અહીં ક્યાંથી ?” જૈન સાધુ સમુદાયમાં રહીને ગાંધીજીના અનેકવિધ રચનાત્મક કાર્યોને વેગ આપનાર નાનચન્દ્રજી મહારાજ એમનાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org