________________
શ્રી નાનચન્દ્રજી સ્વામી
સં. ૧૯૮૩ની સાલમાં સ્વતંત્ર વિચારક શિવલાલભાઈ (સંતબાલ) મ. શ્રીના મુંબઈના પ્રવચનોથી પ્રભાવિત થયેલા. તેમના માતુશ્રીને બરોળનું જૂનું દર્દ હતું તથી મુંબઈ લઈ આવ્યા. બરોળનું ઓપરેશન કરાવ્યું પણ લાંબુ ન ટક્યા. તેમના અવસાનથી સૌભાગ્યચંદ ભાઇને વૈરાગ્ય વધ્યો. તેમનું સગપણ થઈ ચૂકેલું, લગ્ન ઝટ કરાવી દેવાની સ્નેહીઓ ચિંતા સેવી રહ્યા હતા. તે દરમ્યાન દેશમાં ગયા. બીજી બાજુ નોકરીમાં એક પારસી પેઢીમાં આકર્ષક પગાર થયાનો મિત્ર મારફત તાર કરાવ્યો. માતૃશ્રીની વિધિ પતાવી મુંબઈ ગયા.
૨૮૨
મારવાડી સાધુઓનો સંગ વધ્યો. દીક્ષા લેવાના કોડ જાગ્યા. મા જણી બેનની અનુજ્ઞા મેળવી ભાવિ પત્નીને ચૂંદડી ઓઢાડી ભિંગની બનાવ્યા. પછી આવ્યા નાનચન્દ્રજી મ. પાસે. પ્રથમ મિલનથી થયેલા ખેંચાણે હવે જાણે કાયમ માટે રોકી રાખ્યા પણ દીક્ષાનું વચન બીજાને અપાઈ ગયું હતું. ત્યાંથી જવાબ મંગાવ્યો ‘ગમે ત્યાં દીક્ષા લો.' માર્ગ મોકળો થયો.
,
તે વખતે કવિવર્ય મ. શ્રી નાનચન્દ્રજી સ્વામી લીંબડી બિરાજતા હતા. તેમના ચરણોમાં ત્રણ શિષ્યો આવ્યા. (૧) ચુનીલાલ ભાઈ (૨) સૌભાગ્યચંદભાઈ (૩) કેશવલાલ ભાઈ.
સં. ૧૯૮૪ માગસર સુદિ-૬ બુધવારે લીંબડીમાં ચુનીલાલ ભાઈની દીક્ષા થઈ .પૂ. પ્રસિદ્ધવક્તા નાગજી સ્વામીએ દીક્ષાપાઠ ભણાવ્યો. ચુનીલાલજી સ્વામી નામ આપ્યું.
દીક્ષા થઈ ગયા પછી થોડા દિવસોમાં પંડિત શ્રી નાગજી સ્વામી લીંબડી કાળધર્મ પામ્યા. મોરબીને એ વિરહનો તાજો ઘા લાગ્યો હતો. તે વખતે રાજગાદીએ લખધીર બાપુ હતા. તેમને પૂ. શ્રીના વ્યાખ્યાન સાંભળવાની તીવ્ર ઈચ્છા થઈ. તેમણે કહેણ મોકલ્યું. પ્રવચન સાંભળ્યા બાદ બાપુએ શિવલાલની દીક્ષા મોરબીમાં થાય તેવી વિનંતી કરી. આખી સભાએ વાત વધાવી લીધી. દરેકને ખૂબ ઉત્સાહ હતો કારણ કે ‘મોરબી રાજમાં દીક્ષા નહીં જ થાય' એવી એક રાજ્યગાંઠ બંધાઈ ગયેલી હતી.
એકદા એક યુવાન મુનિ-મોણશી સ્વામી જેમણે તાજી જ દીક્ષા લીધેલી એમની દીક્ષાની શોભાયાત્રા જ્યારે મોરબીમાં નીકળી તે પ્રસંગે પુત્ર વિયોગની લાણીમાં માતાને જાડેજા શ્રી વાઘજી ઠાકોરના કોઈએ કાન ભંભેર્યા કે, “આ જૈન સાધુઓ ભાવનાશાળી જુવાનિયાઓને આવેગમાં લાવી મુંડી દે છે, તેના નિશાશા આપણને લાગવાના.” જોગાનુજોગ તે વરસે કંઈક નબળું ચોમાસુ જતાં રાજાનો વહેમ જડબેશલાક થયો ત્યારે રાજાએ ગાંઠ વાળેલી, “મોરબીમાં સંન્યાસ કોઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org