________________
આ છે અણગાર અમારા
૨૭૭ એકદા સમાઘોઘાના સ્થાનકમાં મેદની જામી હતી. ગુરુદેવના શ્રી મુખેથી વીતરાગ-વાણી ઝરી રહી હતી. અચાનક એક ભાઈ ઊભા થઈ બોલ્યા, “અધવચ્ચે પૂછવાની ઈચ્છા થઈ છે, પૂછું? એ ભાઈ ખોજા ગૃહસ્થ હતા. ચુસ્ત વૈષ્ણવ ધર્મ પાળતા હતા. મોટા ભાગના શ્રોતાજનો અકળાઈ ગયા. આણે રંગમાં ભંગ પાડી દીધો. કેવી મીઠી મધુરી સુધી વરસી રહી હતી.” પૂ. દેવચન્દ્રજી મ. શાંતિથી બોલ્યા, “પૂછો, ખુશીથી. જરાય સંકોચ રાખશો મા. આ દ્રશ્ય નાગરના હૃદયનો પૂરો કબજો લઈ લીધો, “હે ગુરુ મહારાજ! કહો, અમારા કૃષ્ણ ભગવાનને તમારા જૈન શાસ્ત્રોએ કઈ નરકમાં નાખ્યા છે?”
શ્રોતાવર્ગમાં સનસનાટી મચી ગઈ, સમયજ્ઞ મહારાજ સમજી ગયા. તેમણે પૂછનારને પ્રેમથી પૂછ્યું, “આ તમે ક્યાંકથી જાણી લીધું લાગે છે ખરું ને?” થોથવાતાં (૨) એક ધારી ધોરી લેખાતા શ્રાવક સામે આંગળી ચીંધી એ ખોજાભાઈ બોલ્યા, “આ ભાઈએ અમારા ભગવાન ત્રીજી નરકે છે એમ મને ટોણો મારીને કહ્યું છે.” ગુરુદેવે આખી વાત સિફતથી સમજાવી સૌના હૈયે સોંસરી ઉતરાવી દીધી.
નાગરને એક અજોડ પાઠ મળ્યો. પૂ. ગુરુદેવ પ્રત્યે અહોભાવ જાગ્યો અને મનોમન પ્રશંસા કરી. વાહ ગુરુદેવ ! હવે મને જલ્દી દીક્ષા આપો. નાગરભાઈ દીક્ષા લેવા ઉતાવળા થયા. ગુરુની તથા મોંઘીબા તેમજ કુટુંબીજનોની અનુજ્ઞા મેળવી સં. ૧૯૫૭ ફાગણ સુદ-૩ ગુરુવારે અંજારમાં દીક્ષા લીધી. નવદીક્ષિતનું શુભ નામ નાનચન્દ્રજી મુનિ રાખવામાં આવ્યું.
નાનચન્દ્રજી મુનિની જ્ઞાન જયોતિ પ્રતિપળ વધવા લાગી. મુનિ શ્રી નાનચન્દ્રજીએ હવે “જ્ઞાનચન્દ્ર મહામુનિ” બનવાની દિશામાં પગરણ માંડી દીધા. સંસ્કૃત વ્યાકરણ અને કાવ્યોનો સારો અભ્યાસ કર્યો. ઉપરાંત બીજું ઘણું યે કર્યું. સ્વરચિત કાવ્યોનો મહાવરો વચ્ચે જતો હતો, તેવામાં બે પ્રસંગો બન્યા.
બે વિરલ પ્રસંગો (૧)
માંડવીમાં સમાજના આગેવાનોએ મુનિ શ્રી નાનચન્દ્રજીનું જાહેરમાં વ્યાખ્યાન રાખેલું. વડીલ ગુરુભાઈ પાસેથી રજા મેળવી ચૂકેલા છતાં કોઈ શ્રાવકે તેમને રોક્યા, “કોઈ પણ જૈન સાધુએ આ રીતે જાહેરમાં કદી વ્યાખ્યાન આપ્યું નથી. તમે નવા અને યુવાન સાધુ છો. તમે ન જશો.” એમણે તો ના કહેવડાવી પણ દીધી. પણ મુનિશ્રીએ રોકડું પરખાવી દીધું, “તમે ભાવનાશીલ છો, સાધુના મા-બાપ લેખાવ્યા છે માટે અપમાન છે. જૈન-જૈનતરો તથા સર્વ ક્ષેત્રોમાં જૈનધર્મનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org