________________
૨૬૨
શ્રી રત્નચન્દ્રજી સ્વામી હતી. ત્યાંથી વિહાર કરી બલાચોરમાં તેઓશ્રી ચાતુર્માસ રહ્યા. ત્યાં પણ પુષ્કળ કુસંપ હતો તે દૂર કરાવવામાં તેમને સફળતા મળી.
' એક સુંદર સંસ્થાની સ્થાપના |
અમૃતસરમાં શ્રી સોહન જૈન ધર્મપ્રચારક સમિતિની સ્થાપના થઈ ચૂકી હતી અને પૂ. શ્રી સોહનલાલજી મ. પાછળ થયેલા સ્મારક ફંડમાંથી વિદ્યાલય સ્થાપવાનું પણ નિશ્ચિત થયું હતું. આ વિદ્યાલય બનારસ જેવા પ્રાચીન-અર્વાચીન વિદ્યાના મહાધામમાં થાય તો સારું એવું શ્રી રત્નચન્દ્રજી મ. ઇચ્છતા હતા તેથી ૫. સુખલાલજી તથા સમિતિના સહયોગથી બનારસમાં “શ્રી પાર્શ્વનાથ વિદ્યાશ્રમનો પ્રારંભ કર્યો. આ વિદ્યાશ્રમ બનારસની ગવર્મેન્ટ સંસ્કૃત કોલેજની સાથે જૈન આચાર્ય સુધીની પરીક્ષાઓ માટે જોડાયેલું છે.
આ વિદ્યાશ્રમ સાથે સમિતિએ “શતાવધાની રત્નચન્દ્રજી પુસ્તકાલય” પણ એમના પુણ્ય સ્મારકરૂપે સ્થાપિત કર્યું છે. પંજાબના વિહાર દરમ્યાન શ્રી રત્નચન્દ્રજી મ. ના હાથે જે મહાન કાર્યો થવા પામ્યાં છે તે કાર્યોમાં આ સમિતિ તથા આ વિદ્યાશ્રમ અનેરું સ્થાન ધરાવે છે. તેવી જ રીતે પંજાબમાંના તેમનો વિહાર તથા પ્રચારનું અનેરું સ્મારક પંજાબના ગુણજ્ઞ શ્રાવકોએ “શતાવધાની રત્નચન્દ્રજી પુસ્તકાલય” દ્વારા નિર્માણ કર્યું છે.
પંજાબના શીતળ પ્રદેશમાં વિહાર કરવાથી અને ત્યાં વારંવાર પડતા વરસાદથી શ્રી રત્નચન્દ્ર મ. તથા તેમના શિષ્યોની તબિયત વારંવાર બગડી જતી હતી. દિલ્હી પહોંચ્યા પછી તેમને લોહીના દબાણની બીમારી થતાં દિલ્હીથી આગળ વધી શક્યા નહિ.
'વિહારના કડવા મીઠા અનુભવો
જૈન મુનિના પાદ વિહારની સાથે અનેક પ્રકારનાં કષ્ટો પરીષહો વણાયેલા જ હોય છે. રાજપૂતાનાં, મારવાડ અને ઉત્તર ભારતના બીજા પ્રાંતોમાંના શ્રી રત્નચન્દ્રજી મ. ના વિહારના કેટલાક અનુભવો તેમના મુનિધર્મની અને ધર્મની કસોટી કરનાર નીવડ્યા હતા.
આગ્રાથી ભરપૂર થઇને તેઓશ્રી શિષ્યો સાથે જ્યારે જયપુર તરફ પાછા ફરતા હતા ત્યારે સૂર્યાસ્ત થવાને અર્ધા કલાકની વાર હતી. તે વખતે તેઓ એક મંદિર પાસે આવી અટક્યા. એવાં મંદિરોમાં તેમને અનેક વાર આશ્રય સ્થાનો સાંપડેલા તેથી આ મંદિરમાં પણ રાત્રિવાસ કરવા સ્થાન મળી રહેશે એવી તેમની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org