________________
આ છે અણગાર અમારા
૨૬૭ ચિતાઓથી મુક્ત થઈને મધ્યમ માર્ગ વડે સમાજ સેવામાં પોતાનું જીવન સમર્પિત કરી શકે પરંતુ જ્યાં સુધી વીર સંઘની પૂરી યોજના અમલમાં આવે નહિ, ત્યાં સુધી સેવાભાવી બ્રહ્મચારીઓની સંસ્થા અસ્તિત્વમાં આવી શકે નહિ. એટલે તરતમાં જ સેવાભાવીઓની એક સંસ્થા સ્થાપવાના આશયથી ઘાટકોપરના અધિવેશનનો એક વીર સંઘની સ્થાપના કરવાનો પણ ઠરાવ કર્યો હતો.
'જીવનના અંતિમ શ્વાસ સુધી “વીર સંઘ'નું રટણ
વીર સંઘ યોજનાની સુંદરતા અને ઉપયોગિતા સ્વતઃ સિદ્ધ હતી. તેની પાછળની એક્તા અને વિશુદ્ધ સાધુજીવનની ભાવના તથા જૈન શાસનનું શિસ્તબદ્ધ સંચાલન ઉત્તમ હતાં. તે યોજના પર સાધુ-સાધ્વીઓના અભિપ્રાયો મંગાવવામાં આવ્યા હતા. તેમાં યોજનાને પ્રશંસવા છતાં કેટલાક મુનિઓએ અવ્યવહારું તથા અશક્ય લેખી હતી. કેટલાકે ગોળ ગોળ જવાબો આપ્યા હતા અને કેટલાંકે પૂર્ણ સંમતિ આપી હતી. આમ મFઇ મતિfમશ્ન એ સુપ્રસિદ્ધ ઉક્તિને ચરિતાર્થ કરી હતી. આમ છતાં શતાવધાનીજીને પૂર્ણ શ્રદ્ધા હતી કે જે શુદ્ધ સુવર્ણ છે, તેના ઉપર અન્ય સાધુઓ ગમે તેવા પ્રયોગો કે પ્રહારો કરે પણ તે ઝળકી ઊઠ્યા વિના રહેવાનું જ નથી. તે યોજનાને અમલી બનાવવા પૂરતો પરિશ્રમ કરવાની તેમની ધગશ હતી પરંતુ MAN PROPOSES AND GOD DISPOSES માણસ ધારે કંઈક અને કુદરત કરે કંઇક.
(મુનિ પુંગવનું સમાધિ મૃત્યુ તા. ૧૪-૫-૪૧, વૈશાખ વદિ ૪ બુધવારના વીર સંઘ સમિતિના એક સભ્ય શ્રી જમનાદાસ ઉદાણીએ કહ્યું, “ઉદાણી, વીરસંઘનો ઠરાવ તમે કૉન્ફરન્સ પાસે રજૂ કરીને પાસ કરાવ્યો છે, હવે તમારે કમિટીનું કામકાજ શરુ કરી દેવું જોઇએ.” “સાહેબ ! આપના પુણ્ય પ્રતાપે બધુ સારું થશે.” ઠીક કહી મુનિરાજે સંતોષ વ્યક્ત કર્યો.
ઉદાણીએ વિનંતી કરી, ડૉકટરની સલાહ છે, આપના આરોગ્ય માટે હવાફેર કરવા દેવલાલી જવું જરૂરી છે, ત્યાંના હવાપાણીથી આપના ચિત્તને શાતા રહેશે ત્યારે તેમણે શાંતિથી જવાબ આપ્યો, “થોડા દિવસ માટે કાંઈ નથી કરવું, મને શાતા છે.”
“થોડા દિવસ” નો મર્મ કોઈ સમજી ન શક્યા. તેમના જીવન કાળના અવશિષ્ટ રહેલા માત્ર બે જ દિવસોને લાગુ પડતી આ વાત કહી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org