________________
૨૬૬
શ્રી રત્નચન્દ્રજી સ્વામી ઓફિસે બધા સંપ્રદાયોના અગ્રણી સાધુઓ સાથે પત્ર વ્યવહાર કર્યો. પરંતુ સંતોષકારક અભિપ્રાયો ન મળતાં સાધુઓની સુષુપ્ત દશા પ્રત્યે જોરદાર ટકોર કરતાં પંડિતરાજશ્રી રત્નચન્દ્રજી સ્વામીએ વીર હાક સુણાવી કે,
“અહો, મહાનુભાવ શ્રમણો ! શ્રાવક સંઘ આપણને જગાડે ત્યારે આપણે જાગીએ, એ આગ્રહપૂર્વક વિનંતી કરે ત્યારે આપણે ઊભા થઈને પગલું ભરીએ, એ વસ્તુસ્થિતિ આપણને શરમાવનારી નથી ? શ્રાવક સંઘે સાધુ સંમેલન કરવાને એક વાર ખૂબ પરિશ્રમ લઈને દેશોદેશ અને ગામેગામમાં પરિભ્રમણ કરી આજીજી કરી અજમેર મુકામે એકઠા કર્યા. શું વારંવાર શ્રાવક સંઘને એ જ પરિશ્રમ લેવાનો રહ્યો ? “શ્રાવક સંઘ' સૂતો હતો ત્યારે પણ સાધુ સંત જાગતો હોવો જોઈએ. સુતી મમુળ સયા મુળિો સ નામતિ આચારંગ સૂત્રના આ મહાવાક્ય પ્રમાણે સાધુ સંઘે ઉદ્યત અને ચતુર્વિધ સંઘને જાગૃત કરી તેનો અભ્યદય કરવો જોઇએ. અત્યારે શ્રાવક સંઘ તમને જગાડી પોતાનો સહકાર આપે છે, તેવે વખતે પણ આપની નિદ્રા ન ઊડે એ તો ગજબની વાત ગણાય.”
- વીર સંઘ યોજનાનો હેતુ આવો હતો : સંસ્કૃતિને ટકાવવી અને દઢ કરવી હોય તો થોડા પણ વિશુદ્ધ જીવન ગાળનારા વિદ્વાન અને તેજસ્વી સાધુઓ તૈયાર કરવા. તેમ જ જે સાધુ-સાધ્વીઓ વિશુદ્ધ જીવન ઇચ્છે છે, તેમનું તથા શ્રાવક શ્રાવિકાઓનું સંગઠન, આચાર શુદ્ધ સાહિત્ય પ્રચાર, ધર્મસાહિત્યનો અભ્યાસ અને જૈન સંસ્કૃતિનો વ્યાપક પ્રચાર કરવાનો ઉદ્દેશ મુખ્ય હતો. આ માટે સંઘના ત્રણ વિભાગો યોજેલા છે, જે આ પ્રમાણે છે. (૧) સાધુ તથા સાધ્વીઓનો “વીર શ્રમણ સંઘ” (૨) ગૃહસ્થ વેશમાં બ્રહ્મચારી રહીને સેવા આપનારાઓનો “વીર બ્રહ્મચારી સંઘ” અને (૩) શ્રાવક-શ્રાવિકાઓનો “વીર શ્રાવક સંઘ”.
સાધુ સંખ્યા કદાચ ઓછી હશે તો ચાલશે પણ શુદ્ધ સાધુત્વ ઘટશે તો નહિ ચાલે, એવું મન્તવ્ય તેઓશ્રી ધરાવતા હતા. ઘાટકોપરમાં મળેલા સ્થા. જૈન કૉન્ફરન્સના દશમાં અધિવેશને વીર સંઘની યોજનાને સર્વાનુમતે સ્વીકારી લીધી હતી અને એક ઠરાવ કરીને મુનિ સમિતિની અનુમતિ મેળવવા એક કમીટી બનાવી હતી, તેમાં જુદા જુદા પ્રાંતોના ૨૫ સભ્યો હતા અને સર ચુનીલાલ ભાઇચંદ મહેતા તેના પ્રમુખ હતા.
' બ્રહ્મચારી વીર સંઘનો ઉદ્દેશ | આ યોજનાનો હેતુ એવો હતો કે એવા પ્રકારનો વર્ગ તૈયાર કરવામાં આવે, જે ન સાધુવેશધારી હોય કે ન પૂરો ગૃહસ્થ હોય. જીવન નિર્વાહ અને ઘરની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org