________________
આ છે અણગાર અમારા
૨૬૫
આવી વિકટ માંદગી પણ એક વાર વીતી ગઇ. તેઓશ્રી સાડા ત્રણ મહિના હોસ્પિટલમાં રહ્યા. તેના દોષ નિવારણ માટે તેટલા સમયનું દીક્ષા છેદનું પ્રાયશ્ચિત તેમણે ઘાટકોપરના સમસ્ત સંઘની વચ્ચે પૂ. શ્રી કાશીરામજી મ. ના શ્રી મુખેથી શ્રી સૌભાગ્યમલજી, શ્રી કિશનલાલજી મ. વગેરેની હાજરીમાં લીધું. થોડા વખત બાદ પાછા પોતાના સેવા કાર્યની પરંપરામાં ઉઘુક્ત થઇ ગયા.
સાધુ સમિતિને લગતી કાર્યવાહી બજાવતાં તેઓ નિરુત્સાહ બન્યા હતા પરંતુ શ્રાવક સમુદાયને જાગૃત રાખી શકાય તેમ હતું એટલે ઘાટકોપરમાં જૈન કોન્ફરન્સનું અધિવેશન મેળવવામાં આવે અને ભવિષ્યમાં કોન્ફરન્સ જ સાધુ સમિતિ મેળવવાનું ઉપાડી લે તેવો કોઇ પ્રબંધ કરવાનું તેમને જરુરી લાગ્યું. છેવટે સાધુ સમિતિનું દફતર કોન્ફરન્સની જનરલ કમિટીને આપી શ્રી રત્નચન્દ્રજી મહારાજે તે કાર્યમાંથી મુક્તિ મેળવી.
“વીર સંઘની યોજના” (સવૈયા એકત્રીસા) તીર્થંકરનો મહામુનિગણ, સાધુ સાધ્વી જગાડે છે । તેમ અહીં મુનિ રત્નચન્દ્રજી, વીરની હાક વગાડે છે II ઊઠો ! જાગો ! સત સતીગણ, પ્રબુધ્ધ શ્રાવક જતા રહ્યા I એમ એ કહી વીર સંઘ યોજના નમ્ર ભાવથી ધરી રહ્યા (મન્દાક્રાન્તા)
હોય થોડા શ્રમણ શ્રમણી, જ્ઞાન ચારિત્ર શુદ્ધ | તો યે તેવાં વીર સુત-સુતાઓથી થાશે પ્રબુદ્ધ II આખા સંઘે વીર જિનતણા, જાગૃતિને સુશાંતિ । ને જૈનોની સભર જગમાં, વ્યાપશે ધર્મકાન્તિ હરિગીત
બ્રહ્મચારી સંઘની યોજના, ઘાટકોપર સંઘને બહુ ગમી અધિવેશન કોન્ફરન્સનું થયું, અહીં ત્યાંય સૌને ગમી ગઇ । શ્રીમદ્ પ્રભાવિત ગાંધીના રચનાત્મક કાર્યકરો સમા । એ શ્રાવકોમાંથી બની સંસ્થા સુચારુ રુપે યથા I उत्तिष्ठत जाग्रत वरान् प्राप्य निबोधत ।
ઉપનિષદના આ સુપ્રસિદ્ધ વાક્યાનુસાર ઊઠો, જાગો અને શ્રેષ્ઠપુરુષોને પ્રાપ્ત કરીને બોધ ગ્રહણ કરો. આમ જાગવાનો સંદેશ આપતા શતાવધાનીજી મહારાજે વીર સંઘની યોજના બતાવી. સાધુ સંમેલનના ઠરાવો અમલી બનાવવા અને અગિયાર વર્ષ પૂરા થતાં ઠરાવ મુજબ ફરી સાધુ સંમેલન કરવા કોન્ફરન્સ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org