________________
૨૬૪
શ્રી રત્નચન્દ્રજી સ્વામી ધગધગતું પાણી મેળવવું પડતું. પંજાબના વિહાર દરમ્યાન ગામડામાં શિયાળાની ઋતુમાં ગરમ પાણી મળી શકતું પરંતુ ઉનાળામાં કોઈ જાવા માટે ગરમ પાણી કરે નહિ તેથી મળી શકતું નહિ, ત્યારે છાશ મેળવીને ચલાવી લેવું પડતું.
આવી મુશ્કેલીઓ ઉપરાંત જૈનેતરોના ઘરોમાંથી આહાર મેળવવામાં કેટલીક વાર અપમાનો વેઠવા પડતા. કોઈ વાર તિરસ્કાર થતો, કોઇ કોઇવાર તો દરવાજાની બહાર સાધુને ઊભા રાખતા હતા અને પછી ભિખારીને ટુકડો રોટલો આપવાની જેમ દયાદાન કરવા માગતા. જૈન મુનિઓ ભિક્ષક હોય છે પણ ભિખારી નથી હોતા એવું જયારે સમજાવવામાં આવતું ત્યારે સાધુઓને ઘરમાં આવવા દેતા અને ત્યાર પછી જ એવા ઘરોમાં સાધુઓ આહાર પાણી ગ્રહણ કરી શકતા.
'શારીરિક અશાતાનો ઉદય
આગ્રાથી અજમેર અને અજમેરથી ઘાટકોપર સુધીના બે વર્ષના પાદ વિહાર દરમ્યાન શ્રી રત્નચન્દ્રજી મહારાજે સંમેલનમાં ઠરાવોના અમલ તથા એકતાનું જે રટણ કર્યા કર્યું હતું, સાધુ સંઘના સંગઠનના જે સ્વપ્રો રચ્યાં હતાં તેની ફળ નિષ્પત્તિ માત્ર આ અપૂર્ણ સાધુ સમિતિના વિચાર વિનિમય જેટલી જ નીવડી.
તેમને વારંવાર સતાવી રહેલો પ્રોસ્ટેટ ગ્લાંડની વ્યાધિનો ઉપચાર તેઓ ઘાટકોપરમાં આવ્યા પછી શરુ કરવામાં આવ્યો હતો. એક અમેરિકન ડૉ. પાસે વીજળીના ઉપચારોનો પ્રારંભ કરવામાં આવેલો પણ તેથી આરામ થયો નહિ. એટલે શસ્ત્રક્રિયા કરવાનું અનિવાર્ય થઇ પડ્યું. ડૉ. ટી.ઓ. શાહની પોલીક્લિનિકમાં શસ્ત્રક્રિયા કરવી પડી અને સાડા ત્રણ માસ હોસ્પિટલમાં રહેવું પડ્યું પછી આરામ થયો.
આ ઉપચાર ક્રિયા પછીની સ્થિતિ સંબંધે શ્રી રત્નચંદ્રજી મ. ની નોંધપોથીમાંથી જાણવા મળ્યું છે કે “બીજા ઓપરેશન પછી ચાર-છ દિવસે ગેસની તકલીફ થઇ. તેની પીડા ખૂબ રહી. ત્યાર પછી કફ, શરદી અને ન્યુમોનિયા થઈ આવ્યા. તે બધું ઠીક થઇ જતાં નૂતન જિંદગી પ્રાપ્ત થઇ. પર્યુષણ દરમ્યાન એટલી નબળાઈ હતી કે દર્શનાર્થીઓને અંદર આવવાની મનાઈ કરવામાં આવી હતી. વાતચીત કરવાનું બંધ હતું. સૂતાં સૂતાં જ બધી ક્રિયાઓ થતી. ચાર મહિના પછી નવા વર્ષના પ્રારંભે ચાલવાનું શરુ કર્યું. બાળકની માફક ઊઠવું, બેસવું, ચાલવું બધુ નવીન શરુ થયું.”
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org