________________
આ છે અણગાર અમારા
૨૬૯
લોકોપયોગી જીવંત સ્મારક
શતાવધાની શ્રી રત્નચન્દ્રજી સ્વામીના ભાવિક ભક્તોએ તેમનાં શુભ કાર્યો અને સગુણોની સ્મૃતિ રહે તે માટે કેટલાંક સુંદર અને સમાજોપયોગી સ્મારકો રચ્યાં હતાં. તેમનું જીવંત સ્મારક ઘાટકોપરમાં “પંડિત શ્રી રત્નચન્દ્રજી જૈન કન્યાશાળા” ના નામે તેમની યશોગાથાની સૌરભ આજે પણ સર્વત્ર ફેલાવી રહ્યું
આજે પણ આ સંસ્થા, નાતજાત કે ધર્મના કોઈ પણ જાતના ભેદભાવ વિના હજારો બહેનોને બાલમંદિરથી માંડી આર્ટસ અને કોમર્સ કોલેજની સ્નાતક ડિગ્રી સુધીનું શિક્ષણ તન નિઃશુલ્ક આપી રહી છે. આનું ટ્રસ્ટ છે, લાખોની સ્થાવર અને જંગમ મિલકત છે અને એની નિશ્રામાં છ સંસ્થાઓમાં ત્રણ હજાર જેટલી બહેનો શિક્ષણનો લાભ લઈ રહી છે. આખું સંચાલન બહેનો હસ્તક છે ભારતભરમાં જેનો જોટો ન મળે એવી આ અજોડ સંસ્થા આદર્શ રીતે ચાલી રહી છે, અને પવિત્ર એ સંતના નામનું સતત સ્મરણ કરાવતી સમાજમાં સારી છાપ ઉપજાવી રહેલ છે.
આ ઉપરાંત, તેમના બહુમાનમાં અનેક જગ્યાએ સ્મારકો ઊભાં થયાં છે. જેમાં મુખ્યતઃ બનારસમાં શ્રી પાર્શ્વનાથ જૈન વિદ્યાશ્રમથી સંયુક્ત થયેલું “શતાવધાની રચન્દ્રજી પુસ્તકાલય” છે. કઠોરમાં “શ્રી રત્નચન્દ્રજી સ્થા. જૈન પુસ્તકાલય” સુરેન્દ્રનગરમાં “શતાવધાની પં. રત્નચન્દ્રજી જૈન જ્ઞાન મંદિર સાહિત્ય પ્રકાશન માટે “શ્રી જૈન સાહિત્ય પ્રચારક સમિતિ, ખ્યાવર” ઇત્યાદિ સંસ્થાઓની સ્થાપના થઇ હતી, જેમાંની એકાદ – બે સિવાય બીજી સંસ્થાઓ આજે પણ બરાબર ચાલી રહી છે.
શતાવધાનીજીનો પ્રાણવાન અક્ષરદેહ
શતાવધાનીજીનો સ્થૂલદેહ તો ભસ્મીભૂત થઈ ગયો પરંતુ તેમનો અક્ષરદેહ (સાહિત્ય) આજે પણ વિદ્યમાન છે. તેમાંથી બોધ અને પ્રેરણા મેળવી સાધુ અને શ્રાવક સમાજ તેમના ચીંધેલા માર્ગે ચાલી અને તેમનાં અધૂરાં કાર્યો આગળ ધપાવી સ્વ - પર હિત સાધી શકે છે. આ રીતે જ તેમને આપેલી શ્રદ્ધાંજલિ યથાર્થ ગણાશે.
‘શતાવધાની રત્નચન્દ્રજી મ. : વ્યક્તિગત ગુણદર્શન
એક મહાપુરુષે કહ્યું છે : “તમારી પાસે શું છે તેથી નહિ પરંતુ તમે શું છો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org