________________
૨૭૦
શ્રી રત્નચન્દ્રજી સ્વામી તેનાથી તમારી ઓળખાણ થાય છે.”
શતાવધાની શ્રી રત્નચન્દ્રજી મહારાજ પોતાના આત્મિક ગુણો વિકસાવવા સતત પુરુષાર્થ કરતા હતા. તેમના તે ગુણો આપણા બધા માટે પ્રેરક અને અનુકરણીય છે. ઘણા થોડા મુનિઓમાં તેમના જેવા ગુણો જોવા મળે છે. તેવા વિરલ ગુણોને લીધે તેઓ સાચા અર્થમાં સાધક મુનિ હતા અને પોતાના નામને ભારે ઉજ્જવળ કર્યુ હતું.
સમયે ગોચન માં પgિ “સતત ઉદ્યમશીલતા” પંડિતરાજ શ્રી રત્નચન્દ્રજી સ્વામીના અનારોગ્યે તેમના જીવનમાં અનેકવાર શારીરિક ઉપદ્રવો ઉપજાવ્યા હતા. આંખ, કાન, ગળું અને પ્રોસ્ટેટ ગ્લેન્ડના વ્યાધિએ તેમને પુષ્કળ હેરાન કર્યા હતા. અનેક સ્થળોએ તે વ્યાધિના નિવારણ માટે રોકાવવું પડતું તેથી આદરેલાં અનેક કાર્યોમાં વિલંબ થતો, મુલતવી પણ રહેતા છતાં તેમનું આંતરિક સ્વાસ્થ તો સદા એક સરખું હુર્તિદાયક રહેતું. તેઓશ્રી શારીરિક વેદનાને નિર્જરાના સાધન રુપ સમજાવતા.
શારીરિક પ્રતિકુળતા ગમે તેવી હોય પરંતુ સમય મળતાં લેખન-સંશોધનનું કામ લઈને બેસી જતા. આવી ઉદ્યમી દશા તેમણે જીવનભર ગાળી હતી. સતત, કાર્યશીલ અપ્રમાદી જીવન જીવનાર વ્યકિતનાં કાર્યો હંમેશ ચાલતાં જ હોય છે. પ્રકૃતિની અસ્વસ્થતા તેમાં અવરોધ કરી શકતી નથી. સતત કાર્યશીલતા એ તેમનો જીવનમંત્ર હતો. એ જીવનમંત્ર દ્વારા તેમને જે સિદ્ધિ પ્રાપ્ત થઈ તેનાં ફળ જૈન જગતને ભારે ઉપયોગી નીવડ્યાં છે.
સમભાવના તથા સહિષ્ણુતા
શતાવધાની શ્રી રત્નચન્દ્રજી સ્વામી અજાતશર, હતા. તે તેમની સમભાવશીલતા અને સહિષ્ણુતાનું પરિણામ હતું. જયાં જયાં કલહ, કુસંપ, વિસંવાદ કે પક્ષભેદનો અણસાર દેખતા ત્યાં ત્યાં તેને દૂર કરવા મથ્યા વિના રહેતા નહિ. તેમનામાં એવી સમન્વય વૃત્તિ હતી કે બેઉ પક્ષોમાં પોતાની સહિષ્ણુતાનું પ્રથમ સિંચન કરતા અને પછી તેમનો મેળાપ કરાવી આપતા.
તેમની સહિષ્ણુતા તથા ઉદારતાની કસોટી થાય તેવા અનેક પ્રસંગો તેમના જીવનમાં ઉપસ્થિત થયા હતા. તેમાંનો એક અનુભવ વિખ્યાત બૌદ્ધ ભિક્ષુ ધર્માનંદ કોસંબીને થયેલો.
અનેક ધર્મોના પ્રાચીન સાહિત્યના સારા અભ્યાસી શ્રી કોસંબીજી માનતા કે બુદ્ધના સમયમાં જૈન સાધુઓ માંસાહાર ભિક્ષામાં લેતા, આ સંબંધનો એક લેખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org