________________
આ છે અણગાર અમારા
૨૬૧ સાધુઓએ ધર્મપ્રચાર ઉપરાંત વિદ્યાપ્રચારના પણ પ્રેરક થવું જોઇએ એ વાત તેમણે દાખલો આપીને રોહતકના જૈનો સમક્ષ રજૂ કરી. પરિણામે રોહતકના જૈન ગૃહસ્થ રૂા. ૨૦૦૦ અને માસિક રૂા. ૨૫ જ્ઞાનપ્રચારના કાર્ય માટે આપવાનું વચન આપ્યું.
विद्वत्वं च नृपत्वं च, नैव तुल्यं कदाचन ।
स्वेदेशे पूज्यते राजा, विद्वान् सर्वत्र पूज्यते ॥ અર્થ વિદ્વત્વ અને નૃત્વ ક્યારેય સમાન થતા નથી કારણ કે રાજા પોતાના દેશમાં જ પૂજાય છે, જ્યારે વિદ્વાન સર્વત્ર પૂજાય છે.
એ પ્રમાણે શતાવધાનીજી મ. જ્યાં જ્યાં વિહાર કરતા ત્યાં ત્યાં તેમનો ખૂબ સત્કાર થયો. દરેક સ્થળે તેમને જાહેર વ્યાખ્યાન આપવાની વિનંતિ થતી. તેમનાં વ્યાખ્યાનોથી ઘણાઓએ માંસ-મદિરાદિ વ્યસનોનો ત્યાગ કર્યો હતો. જ્યાં જ્યાં કુસંપ કલેશ હતો ત્યાં ત્યાં તેમણે સમાધાન કરાવ્યું હતું. લાહોરના સંઘમાં કેટલીક અવ્યવસ્થા હતી અને બે આગેવાનો વચ્ચે કલેશ હતો તેનું પણ સુખદ સમાધાન કરાવ્યું.
'વિદ્યાભૂષણની ઉપાધિ મળી
તે કાળે પંજાબના જૈનોમાં પ્રવર્તતા કુસંપનો વધુ પરિચય એકબીજા કાર્ય અંગે પણ થયેલો. પૂ. શ્રી સોહનલાલજી મ. નું અવસાન થતાં યુવાચાર્ય શ્રી કાશીરામજી મ. ને પૂજય પદવી આપવાનો પ્રશ્ન ઉપસ્થિત થયો. તેમાં કેટલાકનું કહેવું એમ હતું કે યુવાચાર્ય પદ અપાઇ ગયું હતું તેથી આપોઆપ પૂજ્ય પદ મળી જાય છે. તેનો નવેસરથી વિધિ કરવાની જરૂર નથી. બીજા એમ કહેતા કે વિધિસર પુનઃ પૂજય પદવી આપવી જોઇએ.
આ અંગે શ્રી રત્નચન્દ્રજી મ. ના પ્રયત્નથી હોશિયારપુરના શ્રાવકો આવ્યા. જુદા જુદા શ્રાવકોનો સહકાર મેળવ્યો. છેવટે મહાવદિમાં શ્રી કાશીરામજી મ. ને આચાર્ય પદવી આપવાનો વિધિ ભવ્યતાપૂર્વક થઇ શક્યો. આ વિધિ પ્રસંગે શ્રી રત્નચન્દ્રજી મહારાજે સંસ્કૃત શ્લોકબદ્ધ ભાવવાહી પ્રવચન કર્યું હતું અને આચાર્યશ્રીએ તથા શ્રાવક સંઘે તેમને “વિદ્યાભૂષણ” ની ઉપાધિ આપી હતી.
'ભારતભૂષણની ગૌરવયુક્ત પદવી મળી હોશિયારપુરથી વિહાર કરીને અનુક્રમે ગુરુકુળ પંચકુલામાં આવી તેમણે ૮૬ અવધાનો કર્યા હતા. તે પ્રસંગે જનતાએ તેમને ભારતભૂષણની ઉપાધિ અર્પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org