________________
૨૫૮
શ્રી રત્નચન્દ્રજી સ્વામી છે. તે નિષ્પક્ષપાતપણે લૌકિક અને લોકોત્તર જ્યોતિષ શાસ્ત્રજ્ઞ મુનિઓ તથા શ્રાવકોની સલાહ લઇ હંમેશને માટે નિર્ણય કરે. જેને અનુસાર બધા સંપ્રદાયો વર્તીશું. એ નિર્ણયથી વિરુદ્ધ કોઈ પર્વ કરીશું નહિ.” આ ઠરાવ ઉપર સંમેલનના ૭૬ પ્રતિનિધિ મુનિરાજોના હસ્તાક્ષર લેવામાં આવ્યા હતા.
* ત્યાર પછી સંમેલને બીજા પ્રશ્નો હાથમાં લીધા. કેળા, દ્રાક્ષ, બરફ વગેરે વસ્તુઓ સચિત્ત ગણાય કે અચિત્ત ? એ પ્રશ્ન વિષે પણ જૈન કૉન્ફરન્સ વિદ્વાનોના અભિપ્રાયો મેળવીને નિર્ણય આપે તેવું ઠરાવ્યું. ઉપરાંત બાળદીક્ષા, સાધુ સમાચારી, એકલ વિહાર, પ્રતિક્રમણ અને સાધુઓના આચાર વિષયક બીજા પ્રશ્નો હાથ ધરવામાં આવ્યા. તેમાંના કેટલાકના નિર્ણયો થયા, કેટલાક અનિર્મીત રહ્યા અને કેટલાક નામંજૂર થયા.
આવું સાધુ સંમેલન વારંવાર મળી શકે નહિ એટલે સંમેલને કરેલા ઠરાવોનો અમલ કરવા માટે એક સ્થાયી સાધુ સમિતિ-નીમવામાં આવી હતી, જેના અધ્યક્ષ પૂ. શ્રી સોહનલાલજી મ. હતા. બીજા સાધુઓ સભ્યો તથા પ્રાંતિક મંત્રીઓ તરીકે નિયુક્ત થયા હતા. શ્રી રત્નચન્દ્રજી મ. ગુજરાતના પ્રાંતિક મંત્રી હતા.
પૂજ્ય શ્રી હુકમીચંદજી મ. ના સંપ્રદાયના બે વિભાગો વચ્ચે એકતા કરવાનો પ્રશ્ન શ્રી રત્નચન્દ્રજી મ. ના હૃદયમાં રમી રહ્યો હતો તેના માટે નીમેલા પંચે બેઉ પક્ષનાં નિવેદન મેળવીને સર્વાનુમતે નિર્ણય આપ્યો કે પૂ. શ્રી ગણેશલાલજી મ. ને યુવાચાર્યપદ આપવું તથા શ્રી ખૂબચન્દ્ર મ. ને ઉપાધ્યાય પદ આપવું, નવા શિષ્યો યુવાચાર્યના ગુરુપદે જ થાય. ભવિષ્યના ધારાધોરણ બન્ને પૂજ્ય શ્રી જવાહરલાલજી અને શ્રી મુન્નાલાલજી મળીને બાંધી લે અને ચોમાસાં ઠરાવવાની તથા દોષશુદ્ધિ કરવાની સત્તા બંને પૂજયોની હયાતિ સુધી તેમની પાસે રહે અને એક આચાર્ય રહે.
આ ફેંસલો બન્ને પૂજયોએ માન્ય રાખ્યો .બન્ને વિભાગો વચ્ચે વર્ષોથી ચાલ્યા આવતા વૈમનસ્યનો અંત આવ્યો તેથી સર્વત્ર આનંદ પ્રસરી ગયો. શ્રી રત્નચન્દ્રજી મ. ને તો જ્યાં ઐક્ય ત્યાં આનંદ જ હતો.
પંદર દિવસ સુધી ચાલેલા સંમેલનનું બધું કાર્ય બંધ બારણે ચાલ્યું હતું, તેમાં શ્રાવકોની ઉપસ્થિતિ ઇષ્ટ મનાઈ ન હતી. સંમેલનમાં જે નિર્ણયો થયા, તેમાંના જાણવા યોગ્ય નિર્ણયોની જાહેરાત કરવામાં આવી હતી.
આ સંમેલનને ઉત્સાહનાં ભારે આંદોલનો જન્માવ્યાં હતાં. એક જ ધર્મના જુદા જુદા પ્રાંતોમાં વિચરતા પરસ્પર કદી નહિ મળેલા સાધુઓને પરસ્પર મળવાથી જે આનંદ થયો, તે અપૂર્વ હતો. પરસ્પર વિચાર-વિનિમય અને ચર્ચાઓ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org