________________
આ છે અણગાર અમારા
૨૫૭
'ઐતહાસિક બૃહત્સાધુ સંમેલન અજમેરના આંગણે ભારતભરના સર્વ સંપ્રદાયોના પ્રતિનિધિ સાધુઓ એકત્ર થતા હતા. ખરેખર એ સંમેલન અપૂર્વ અને ઐતિહાસિક હતું. બધા સંપ્રદાયોની એકતા થવાની હતી તેથી તે ઉત્સાહ પ્રેરક હતું. સંમેલન માટે અજમેરમાં ૨૩૮ સાધુઓ અને ૪૦ સાધ્વીજી પધાર્યા હતા. હજારો શ્રાવક-શ્રાવિકાઓનો સમુદાય ભેગો થયો હતો.
ચૈત્ર સુદિ-૧૦ બુધવારથી સંમેલનનો પ્રારંભ થયો. પંડિતરાજ શ્રી રત્નચન્દ્રજી મહારાજે મંગલાચરણમાં પ્રભુસ્તુતિ કરી. ૭૬ પ્રતિનિધિ સાધુઓને સંપ્રદાય વાર ચૂંટી કાઢવામાં આવ્યા હતા. જેમને મતદાન અધિકાર હતો. શાન્તિરક્ષકો તરીકે શ્રી રત્નચંદ્રજી સ્વામી તથા ગણિશ્રી ઉદયચંદ્રજી મહારાજને નિયુક્ત કરવામાં આવ્યા હતા. કાર્યવાહીના હિન્દી લેખક તરીકે ઉપાધ્યાય શ્રી આત્મારામજી મ. તથા ગુજરાતી લેખક તરીકે સંતબાલજીને નિયુક્ત કરવામાં આવ્યા હતા. એ પ્રતિનિધિ પરિષદમાંથી વિષયવિચારિણી સમિતિ ચૂંટી કાઢવામાં આવી હતી. આમ પૂર્ણ શિસ્તની સાથે કાર્યનો આરંભ થયો હતો.
સવારે ૮ થી ૧૧ અને બપોરે ૧ થી ૪ વાગ્યા સુધી સંમેલનનું કાર્ય ચાલતું. રાત્રે ૮ થી ૧૦ સુધી વિષય વિચારિણી સમિતિની સભા મળતી. વચ્ચે જે કાંઈ સમય મળતો તે દરમ્યાન રાત્રે દસ વાગ્યા પછી બે-ત્રણ કલાક રોજ શ્રી હુકમીચંદજી મ. ના સંપ્રદાયની અંદરનું વૈમનસ્ય ટાળવા અંગેના પંચની વિચારણા ચાલતી. આમ સંમેલનની વિષય વિચારિણી સમિતિની અને સમાધાન પંચની બધી કાર્યવાહી શ્રી રત્નચન્દ્રજી મ. કરતા. આ ઉપરાંત શ્રાવકોની સભામાં જાહેર વ્યાખ્યાનો આપતા.
સંમેલનનો પહેલો જ પ્રશ્ન તિથિ નિર્ણયનો મુકાયો હતો, કારણ કે એ પ્રશ્ન જ સંમેલનના બીજરૂપ હતો. પંજાબ સંપ્રદાયના આચાર્ય શ્રી સોહનલાલજી મ. જૈન તિથિ પત્રિકા પ્રસિદ્ધ કરતા હતા. તેને કેટલાક જ્યોતિષ શાસ્ત્રની વિરુદ્ધ માનતા હતા, તેથી સંપ્રદાયમાં બે વિભાગ પડી ગયા હતા; તેના ઉકેલ માટે સાત મુનિઓની એક સમિતિ નીમવામાં આવી હતી જેમાં રત્નચન્દ્રજી મહારાજ એક સભ્ય હતા. પરંતુ આ સમિતિ ઉકેલ કરી શકી નહિ, કાર્ય અધૂરું રહ્યું અને એ કામ જૈન કૉન્ફરન્સને સોંપાયું.
ઉક્ત ઠરાવ નીચે પ્રમાણે હતો, “આ સાધુ સંમેલન પખી, ચોમાસી, સંવત્સરી આદિ પર્વતિથિઓનો નિર્ણય કરવાની સત્તા કોન્ફરન્સ ઑફિસને આપે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org