________________
આ છે અણગાર અમારા
૨૫૫
સંવત ૧૯૬૮માં કચ્છમાં વિચરતા આર્યાઓની એક પરિષદ મુન્દ્રામાં મળી. આ પરિષદની દોરવણી પણ શ્રી રત્નચન્દ્રજી મહારાજે કરી હતી. બે દિવસની ચર્ચા પછી વિહારાદિનું નિયમન કરનારી અગિયાર કલમો ઘડવામાં આવી હતી. એ જ વર્ષમાં લીંબડી સંપ્રદાયના સાધુઓનું સંમેલન લીંબડીમાં મળ્યું અને એમાં પણ પૂ. મ. શ્રીની દોરવણી હેઠળ નિયમો રચાયા, જેમાં પુસ્તકોના પરિગ્રહનો ત્યાગ, ગુરુશિષ્યોનાં પરસ્પરનાં વર્તન ઇત્યાદિ વિષે વિચારણા પછી ઘડાયેલી કલમો મુખ્ય હતી.
સમગ્ર દેશના સાધુ સમુદાયના એકંદરે લેખાતા બાવીસ ટોળાં કે બત્રીસ સંપ્રદાયોની શુદ્ધિને માટે તેમને એમ લાગતું કે એક વાર દેશના બધા સાધુઓ નહિ તો બધા સાધુ વૃન્દોના મુખ્યોએ એક સ્થળે મળીને વિચાર વિનિમય કરવો જોઇએ, આ માટે કંઇક કરવું જોઇએ. અખિલ ભારતવર્ષીય સ્થાનકવાસી જૈન સાધુ સંમેલનનું બીજ એ વિચારસરણીમાં રહેલું હતું.
સંવત ૧૯૮૭માં સુશિક્ષિત શ્રાવક વર્ગને લાગ્યું કે હવે સમય પાકી ગયો છે. કેટલીક માન્યતાઓની પૃથક્કતાને લીધે આખા સાધુ સમાજમાં એકતા થતી નથી. મુખ્યત્વે તિથિપત્રની એકતા માટે પૂ. શ્રી સોહનલાલજી મ. ની પ્રેરણાથી સાધુ સંમેલન ક૨વાની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઇ. પંડિતરાજ શ્રી રત્નચન્દ્રજી સ્વામીની સૂચનાનુસાર કૉન્ફરન્સ કાર્યાલયે સૌથી પહેલા જુદા જુદા સંપ્રદાયોના આચાર્યોનો અભિપ્રાય પૂછયો કે સાધુ સંમેલન ભરવું જરૂરી છે ? જરૂરી હોય તો કયા સ્થળે અને ક્યા સમયે ભરવું ? વગેરે ઘણા પ્રશ્નો જ્યારે સાધુ સમુદાયોને પૂછવામાં આવ્યા ત્યારે દરેકે બૃહત સાધુ સંમેલન ભરવાની તરફેણ કરી. લીંબડી સંપ્રદાય તરફથી આચાર્ય ગુલાબચન્દ્રજી સ્વામી તરફથી શ્રી રત્નચન્દ્રજી મહારાજે પણ સૂચના-સંમતિ લખી મોકલી. શતાવધાનીજીએ વર્ષોથી સેવેલું ઐક્ય બળનું સ્વપ્ર સિદ્ધ થવાનાં ચિન્હો દેખાવા લાગ્યા.
બૃહત સાધુ સંમેલન પૂર્વભૂમિકા
સ્થાનકવાસી જૈન કૉન્ફરન્સ સૌપ્રથમ મોરબીમાં સં. ૧૯૬૨માં મળી હતી. ત્યાર પછી જુદે જુદે સ્થળે તેના આઠ અધિવેશનો થયાં હતાં. છેલ્લાં કેટલાંક વર્ષમાં ઉપસ્થિત થયેલા પ્રશ્નોમાંનો એક મહત્ત્વનો પ્રશ્ન સંવત્સરીની એકતાનો હતો. ઘણા સંપ્રદાયો પર્વ તિથિઓ સંવત્સરી વગેરેની જુદી જુદી પત્રિકાઓ પ્રસિદ્ધ કરતા હતા, તેમાં એકતા જળવાતી ન હતી. આ સ્થિતિ કૉન્ફરન્સને ખટકતી. આવા ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે કૉન્ફરન્સે સાધુ સંમેલન કરવાનો નિશ્ચય કર્યો.
ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org