________________
૧૯૯૫
આ છે અણગાર અમારા
૨૫૩ (૫) અર્ધમાગધી ધાતુ પાવલિ
૧૯૮૪ (૬) અર્ધમાગધી શબ્દ કોષ ભાગ - ૧
૧૯૭૯ (૭) અર્ધમાગધી શબ્દ કોષ ભાગ - ૨
૧૯૮૫ (૮) અર્ધમાગધી શબ્દ કોષ ભાગ – ૩
૧૯૮૬ (૯) અર્ધમાગધી શબ્દ કોષ ભાગ - ૪
૧૯૮૮ (૧૦) અર્ધમાગધી શબ્દ કોષ ભાગ - ૫ અપ્રગટ ગ્રંથાવલી
(૧) વસુદત્ત આખ્યાન (ગુજરાતી) (૨) જયઘોષ આખ્યાન શ્લોકબદ્ધ સંસ્કૃત) (૩) કલાવતી આખ્યાન (સંસ્કૃત-ગુજરાતી પદ્ય) (૪) અમરકુમાર આખ્યાન (૫) અનાથી મુનિ આખ્યાન (સંસ્કૃત-ગુજરાતી પદ્ય) (૬) કર્મગ્રંથોનો સારાંશ (ગુજરાતી) (૭) મુક્તાવલિ સારાંશ (ગુ.) (૮) અનુયોગદ્વાર સૂત્ર સારાંશ (ગું.) (૯) ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂત્ર સારાંશ (ગુજ.) (૧૦) વિદ્યાર્થી વાચનમાળા-૧ (ગુ.) (૧૧) બાલ વાચનમાળા-૧ (ગુ.) (૧૨) વ્યાખ્યાન સંગ્રહ (ગું.) (૧૩) જૈન દર્શન (શ્લોક બદ્ધ સંસ્કૃત) અપૂર્ણ
' શુદ્ધ સમાચારીનાં પ્રખર હિમાયતી ઊતરતા કાળને કારણે સમાજમાં શિથિલતાનું પ્રમાણ વધતું જતું હતું. તેનો પ્રશ્ન સમાજમાં જોરશોરથી ચર્ચાતો હતો. સાધુઓની જીવન વિશુદ્ધિનો પ્રશ્ન પણ તેમને ખટકતો હતો. ચરિત્રનાયકે સૌપ્રથમ સંવત ૧૯૬૬માં રામાણિયા (કચ્છ)ના સાધુ સંમેલનમાં ભાગ લઈ સાધુને શોભે તેવા આચારો વર્ણવ્યા હતા. સાધુઓની જીવન વિશુદ્ધિનું કાર્ય સાધુ દ્વારા જ થવું જોઇએ તેવું તેઓ માનતા હતા. તે માટે ખૂબ પ્રયત્નો કર્યા પણ અફસોસ ! તેમને સંપૂર્ણ સફળતા ન મળી છતાં નિષ્ફળતા પણ નહોતી મળી. તેઓ નિરાશ ન થતાં વધુ ને વધુ ઉત્સાહથી આગળ વધતા હતા. રવીન્દ્રનાથ ટાગોરના શબ્દોમાં કહીએ તો
તારી હાક સુણીને કોઇ ના'વે તો એકલો જાને રે....
સાધુ સમાજમાં રહેલા સડાને દૂર કરવા માટે રામાણિયાના સાધુ સંમેલનમાં પ્રમુખ સ્થાનેથી નાના-મોટા દરેક મુનિવરોને સૌમ્ય શૈલીથી જણાવ્યું કે, હે મુનિવરો ! નાના-નાના ટોળામાં વિભક્ત ન થતાં એકતા જમાવો. જો એકતાને ઇચ્છતા હો તો નીચેના નિયમો પાળવા જરુરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org