________________
શ્રી રત્નચન્દ્રજી સ્વામી
“મહાસંમેલનની સામગ્રી'' એ શીર્ષક હેઠળના એક લેખમાં રત્નચન્દ્રજી મહારાજે હૃદયસ્પર્શી લેખ લખ્યો હતો, “દરેક સંઘાડાની પોતપોતાની નાની ક્ષતિઓને પોતે જ આપસમાં છણી લઇ, ભૂલી જઇ, સુધારી નાખીને સંમેલનોને શોભાવવું ઘટે. દરેક એકબીજાના અવગુણોને ભૂલી ક્ષમા માગી માન-અપમાનના ખ્યાલને કાઢી અંદર અંદરના નજીવા મતભેદોને દૂર કરી સર્વ સાધુઓ સંમેલનની તૈયારી કરે. આપણે પહેલા સાધુતાના સાચા રેણથી સંધાઇ જવું પડશે. સાચા શુદ્ધ હૃદયની એકતા એ જ સંમેલનનો પ્રાણવાયુ છે. પ્રાણવાયુ વિનાના સંમેલનો શબવત્ બની રહે છે. પ્રત્યેક સાધુનું પરમ કર્તવ્ય શાસન સેવા હોવું જોઇએ. પરસ્પરનો મતભેદ ભૂલી જવો ઘટે. દરેક ગચ્છ કે સંપ્રદાયના સાધુએ જોઇ લેવું જોઇએ કે પોતાના સમૂહમાં પોતાના તરફથી કે પોતાના કોઈ પણ બંધુ તરફથી આડખીલી નડે તેમ નથી ને ? તેવું નડતર જણાતાં તે દૂર કરવાનો અત્યારથી પ્રયાસ કરવો જોઈએ. એને જ સંમેલનની સિદ્ધિને અર્થે એક વ્યવહારુ રૂપરેખા ગણી
શકાય.”
૨૫૬
આંતરિક ઐક્યસિદ્ધિની આ વિચારસરણીને રાજકોટમાં સંવત ૧૯૮૮માં સફળ થતી જોઇને રત્નચન્દ્રજી મ. ને આનંદ થયો. ગુજરાત, સૌરાષ્ટ્રના આઠ સંપ્રદાયોના પ્રતિનિધિઓનું પ્રાંતિક સંમેલન મળ્યું હતું. સાત દિવસની વિચારણા બાદ શ્રી રત્નચન્દ્રજી મહારાજની દોરવણી હેઠળ અગત્યના નિર્ણયો લેવાયા હતા, તેના સંચાલન માટે સાધુ સમિતિ પણ નીમવામાં આવી હતી. તેમાં અનેક નિયમોને સર્વાનુમતે પસાર કરીને એ સાધુ સંમેલને અજમેરમાં મળનારા બૃહત્ સાધુ સંમેલનની પૂર્વભૂમિકા બાંધી હતી.
શતવધાની મહારાજને લાગતું કે અજમે૨ સંમેલન ઑપરેશન કરવાની હૉસ્પિટલ ન બને પરંતુ ભવિષ્ય સુધારવાનું સેનેટોરિયમ બને. એ માટે પ્રયાસ કરવાની તેમની પ્રેરણા હતી. વાંકાનેરનું સં. ૧૯૮૮નું ચાતુર્માસ પૂર્ણ કરી કુલ્લ ૧૧ ઠાણાઓએ અજમેર તરફ વિહાર કર્યો. અનુક્રમે વિહાર કરતા બ્યાવર પધાર્યા. ત્યાં તેમણે પૂ. શ્રી હુકમીચંદજી મહારાજના સંપ્રદાયના વિભાગો વચ્ચે ઐક્યની ગાંઠ ગોઠવવાનો પ્રયત્ન કર્યો. એક વિભાગના પૂ. શ્રી જવાહરલાલજી અને બીજા વિભાગના પૂ. શ્રી મુન્નાલાલજીએ બન્નેના સમાધાન માટે બ્યાવર નજીકના ખરવા ગામમાં એકત્ર કર્યા અને કેટલીક વાટાઘાટ કરીને એક પંચની નિમણુક કરી, તેમાં શ્રી રત્નચન્દ્રજી સ્વામી પણ હતા. ત્યાંથી વિહાર કરી ચૈત્ર સુદિ-૯ (રામનવમીના) ઉત્સાહ પૂર્વક અજમેરમાં પધાર્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org